________________
પ્રભુદર્શન કેવી રીતે થાય ?
૧૬૩
નિર્જરાનું જ કારણ બન્યું છે. જેના દ્વારા અને માતાને પણ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે.
શાલીભદ્રની મા ભદ્રાની મૂચ્છ ઉતરી. જોયું તો સામે શાલીભદ્ર as it is એમ ને એમ અડોલ ઊભો છે. માતાએ જોયું કે હું વિડંબણા પામું છું. એને તો મારી કંઈ પડી નથી. સીધો ૫૦% રાગ કપાઈ ગયો. કોઈનો રાગ ઘટાડવો એ ધર્મ છે કે કોઈનો રાગ વધારવો તે ધર્મ છે ?
સભા : સામે દ્વેષ થાય તો શું કરવું ?
ઉત્તર : તમે દ્વેષ નથી કરાવતા. જો તમારામાં વિવેક હશે તો કાલે ધર્મ પામશે. આખરે વિવેકી આત્માનો વિજય છે. ધન્નાજીએ માતાને મૂચ્છિત થયેલી જોઈ પણ જેનો વૈરાગ્ય જ્વલંત બન્યો છે તેને પકડીને સંસારમાં રાખી શકાતા નથી. હિમાલય જેવો પહાડ તેને અવરોધ કરી શકતો નથી. આજે ઘણા લૂલો બચાવ કરે છે કે મા, બેન, છોકરા વગેરે ના પાડે છે, આ કાયરતા છે. અહીં વૈરાગ્ય જ્વલંત નથી.
ધન્નાજી એ જાવજીવ છઠના પારણે છઠનો અભિગ્રહ કર્યો. પારણે માંખી પણ ન બેસે એવો અંત, પ્રાંત, લૂખો, સૂકો આંબીલનો આહાર. વાપર્યા પછી જંગલમાં કોઈ સ્થાને ઊભા રહી જવાનું, ચિંતન, મનનમાં ચઢી જવાનું. યોગ મળે તો પરમાત્મા પાસે વાચના લેવાની. ભિક્ષા પણ કેવી લેવાની ? ભિક્ષાચરો બધા ભિક્ષા લઈને બહાર નીકળી ગયા હોય ત્યારે વહોરવા જવાનું. એમાં સ્નિગ્ધ આહાર તો લેવાનો જ નહીં. આંબીલમાં અડદની દાળ, ચણાની દાળ, ઢોકળાં વગેરે નહીં. સૂકા, લૂખા રોટલા લેવાના. મળ્યા પછી પણ કોઈ વિકલ્પ નહી. જુઓ તો ખરા, જેટલું મળ્યું તેટલું લાવીને નિર્વાહ કરવાનો, ઓછું મળ્યું, અડધું મળ્યું, જે મળ્યું તે રાગ – દ્વેષ વિના વાપરી લેવાનું. સાધનાનો અનુપમ યજ્ઞ આદર્યો છે. કોઈની સાથે વાતચીત નહી, કોઈની સાથે ખુશખબરની વાતો નહીં. વાપર્યું ન વાપર્યું ને પાછા ધ્યાનમાં લાગી જાય.
તમે ઉપાશ્રયમાં આવો અને કોઈ સાધુ તમારી સામું ન જુએ, તમને કોઈ ન બોલાવે તો તમને ગમે ? ના, એ તમારો અહંકાર છે.
તમે આવો એટલે અમારે વાતો કરવાની જ એમ ? તો જ વર્તમાનકાળમાં અમે સાધુ કહેવાઈએ !
કેમ છો ? ક્યાં રહો છો ? આ પૂછવું એ વિકથા નથી ? જૈન શાસનનું મુનિપણું આપણે ઓળખ્યું જ નથી.
અપ્રમત્તયોગ અને શાસ્ત્રયોગથી મોક્ષ નિકટ બને છે. જ્ઞાનીઓ સમાધિ-મૃત્યુ માટે અણસણ કરે છે. શરીર કામ આપતું હોય ત્યાં સુધી એનો કસ કાઢી
લે. બધો કસ લઈ લીધા પછી અણસણ કરી સાધનાની સમાપ્તિ કરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org