________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સંસાર ચાલે છે. ભોગ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માનવી ૭ વ્યસનોમાં આગળ વધે છે. યોગની પ્રાપ્તિ થઈ છે તેનું લક્ષણ શું ? ધનાદિનો ૭ ક્ષેત્રો, અનુકંપા તથા જીવદયામાં પરાકાષ્ઠાએ વ્યય કરવો. આ છે યોગભાવ.ગૃહસ્થ ઊંચામાં ઊંચા ૧ર વ્રત પાળે, જિતેન્દ્રિય બને, ભોગલંપટ ન બને, તો પણ ગૃહસ્થજીવનમાં દાન નથી તો અધૂરું છે. દાન વિના મોક્ષ ન મળે.
સંયમી બન્યા, તપસ્વી બન્યા, ત્યાગી બન્યા પણ પરિગ્રહમાં પડ્યા કે મૂછમાં પડ્યા તેનું સંયમીપણું ન કહેવાય.
દાનાદિગુણોનો અભ્યાસ ન હોય તો ત્યાગ પણ ન પરિણમે, તપ પણ ન પરિણમે અને સંયમ પણ ન પરિણમે.
યોગદૃષ્ટિ શ્લોક દ્વારા ગ્રન્થકારશ્રી વીરપ્રભુને નમસ્કાર કરે છે. તેમનાં ત્રણ વિશેષણો કહે છે. (૧) અયોગ... (૨) યોગી ગમ્યમ્ (૩) જિનોત્તમમ્ |
नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम्
વીર વચ્ચે સમાન હો તદૃષ્ટિ-મેવતઃ | 9 || અયોગી, યોગીઓને સમજાય એવા અને જિનોમાં શ્રેષ્ઠ એવા શ્રી વીર પરમાત્માને ઈચ્છાયોગથી નમસ્કાર કરીને હું યોગને એની દૃષ્ટિઓના પ્રકાર વર્ણવવા દ્વારા કહીશ.
૪૫ આગમમાં ૮ દૃષ્ટિનું વર્ણન જોવા મળતું નથી. છતાં હરિભદ્રસૂરિ મહારાજ પૂર્વધર આસન્નવર્તી હતા માટે તે કાળે નાશ પામતા પૂર્વના જ્ઞાનમાંથી જે કાંઈ બચ્યું હોય તેનો સંગ્રહ કરી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ બનાવ્યો હોય એ જ ઉચિત લાગે છે કારણ કે અન્ય દર્શનમાં જે કાંઈ જોવા મળે છે તે સર્વજ્ઞ શાસનના ઉડેલાં છાંટણાં જ છે.
પાતંજલ યોગદર્શનમાં ૮ દષ્ટિનું વર્ણન જોવા મળે છે.
દષ્ટિવાદમાં ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. ૧૪ પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન તે સર્વાક્ષરસંનિપાતી જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી થાય છે. અને આવા જ્ઞાનવાળા તે શ્રુતકેવલી કહેવાય છે.
સર્વાક્ષરસંનિપાતીજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે. શ્રુતકેવળી ૧ દિવસના ગર્ભને પણ જાણી શકે છે, કેવળજ્ઞાની પ્રત્યક્ષથી જાણે, શ્રુતકેવલી શ્રુતથી જાણે.
શ્રુતકેવલીનું જ્ઞાન પણ કેવલજ્ઞાન પાસે બિંદુ સમાન છે. કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. "
૧રમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે જે જ્ઞાન છે તે જ્ઞાન પણ કેવળજ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. અનંત બહુભાગ જ્ઞાન તે વખતે પણ અવરાયેલું હોય છે. તેવી રીતે આનંદ પણ કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. આજ પૂર્ણ અને અપૂર્ણનો તફાવત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org