________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
છે. જ્ઞાન આત્માનો આનંદ લૂંટવા માટે છે. જ્ઞાન પાંડિત્ય માટે નથી, જ્ઞાન સાક્ષરતા માટે નથી, જ્ઞાન વિદ્વાન થવા માટે નથી.
૫
ગમે તેટલા અપૂર્ણના સરવાળા કદી પૂર્ણ બની શકતા નથી. પૂર્ણ બનવા માટે મોહક્ષય જરૂરી છે. મોહક્ષયના લક્ષ્ય વિના પંડિત એ પલિત છે. સાક્ષર એ રાક્ષસ છે. વિદ્વાન એ નાદાન છે.
એક વખત ઘણા પંડિતો પોથાંનાં ગાડાં ભરીને કાશીથી આવતા હતા, અભિમાન ઘણું હતું જાણે કે અમારા જેવા કોઈ નથી...રસ્તામાં એક ગામ આવ્યું...ગામ પાસે છોકરાંઓ રમતાં હતાં...એય છોકરાંઓ આઘાં ખસો...ખસો...જોતાં નથી ! અમે ભણીને આવ્યા છીએ. પેલાં છોકરાંને થયું, એમ ! ભણીને આવ્યા છો ? તો કહો કે આ ધૂળ-રેતી કેટલી છે ? એમ કહી ખોબામાં ધૂળ લીધી...પંડિતો તો માથું ખણવા લાગ્યા...ન્યાય ભણ્યા, વ્યાકરણ ભણ્યા, આ ભણ્યા ને તે ભણ્યા પણ આવું તો ક્યાંય ભણ્યા જ નહીં...પેલાં છોકરાં કહે આટલું ય નથી આવડતું ? તો શું ધૂળ ભણ્યા ? આ એક ખોબો ધૂળ કહેવાય. જ્યાં કોઠાસૂઝ જોઈએ ત્યાં પોથાં શું કરે ?
મોહ નીકળે તો જ્ઞાનનો આનંદ પામી શકાય.
એક પ્રશ્ન પૂછું ? જો સંસારનું સુખ બહુ સારું છે તો તેને નિરંતર કેમ ભોગવતા નથી. તેમાં અંતે કંટાળો કેમ આવે છે ? તેનો જવાબ એક જ છે કે અશાતા અને અતિના ઉદયથી જીવને અતૃપ્તિ ઊભી થાય છે અને અનુકૂળ પદાર્થોના ભોગવટાથી શાતા અને રતિનો ઉદય થવાથી તેમાં સુખનો આભાસ થાય છે. જ્યારે આત્માનું સુખ-આનંદ નિરંતર ભોગવી શકાય છે. તેના ભોગવટામાં પ્રારંભ કાળમાં એકાંત જરૂરી બને છે. પછી સર્વત્ર અનુભવાય છે. પાંચમી અને છઠ્ઠી ષ્ટિ સુધી સ્થાનની અપેક્ષા રહે છે. જ્યારે સાતમી વગેરે દૃષ્ટિમાં તે રહેતી નથી જ્યારે મૈથુનના સુખમાં તો જીવ એકાંત જ પસંદ કરે છે તે જ બતાવે છે કે તે સુખ નિંદ્ય છે. જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની નિઃશંકતા, જ્ઞાનની પૂર્ણતા, એ છે કેવળજ્ઞાન. જ્ઞાનમાંથી આનંદ જ મળે. કેવળજ્ઞાનમાંથી આનંદ સિવાય બીજું કંઈ જ ન મળે.
ચિત્તવૃત્તિને સ્વચ્છ કરવા માટે નિર્મળ બનાવવા માટે તપ-ત્યાગ-ઉપવાસ પૌષધ વગેરે જ કરવાનું છે.
જ્ઞાન તેનું નિર્મળ બને છે; ચારિત્ર તેનું નિર્મળ બને છે કે જેને માથે ગુરુ છે. ગુરુનિશ્રા જોઈએ જ...ભણવાથી વિદ્વાન બની શકાય છે પણ સાધક બની શકાતું નથી. સાધકતા તો મોહક્ષયના લક્ષ્ય આવે છે. સાધક બનવું છે ? સાધના કરવી છે ? સાધનાથી જ સાધ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધન પુદ્ગલનાં બનેલાં હોય છે. સાધન દ્વૈત છે. આત્મા મૂળભૂત સ્વરૂપમાં અદ્વૈત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org