________________
દ્રષ્ટા અને દૃષ્ટિની ભેદભેદતા
૧૮૧
અને રાજગૃહીનો ભિખારી, કાંઈ નથી. ઝૂંપડું જ છે છતાં દ્રમક સાતમી નરકમાં જાય છે. આ છે જૈન શાસનનો અનેકાન્તવાદ.
ચક્રવર્તી ભરતને બેસુમાર આરંભ-સમારંભ છતાં નરક ન મળતાં કેવળજ્ઞાન થયું. ચક્રવર્તીનો ઠાઠ ઠઠારો કેટલો બધો છે ? છ ખંડનો આરંભ – સમારંભ માથે લઈને ફરે છે. છ ખંડનો માલિક છે. છ ખંડનું નેતૃત્વ ધરાવે છે, એક લાખ, બાણું હજારનું અંતઃપુર છે. આ બધું હોવા છતાં તે આત્માને કેમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચક્રવર્તી સર્વવિરતિનાં ધોરી માર્ગે પ્રયાણ નહોતા કરી શક્યા. પણ આત્મજાગૃતિ રૂપ સમ્યકત્વ ઝળહળતું હતું. અંદરથી મૂછ મમત્વ, પરિગ્રહ, પોતાપણાનો ભાવ જેમ જેમ ઘટાડતા ગયા તેમ તેમ બાહ્યસામગ્રી ડુબાડનારી ન બની. દુર્ગતિમાં ન જવું હોય તો વિવેક કેળવવો જોઈએ. જેની સાથે રહેવું પડે તેની સાથે વિવેકથી રહેવાનું. બાહ્ય પરિગ્રહનો ઉપયોગ - સદુપયોગ કરતા રહેવું એ દેવત્વ છે. બાહ્ય પરિગ્રહનો વિવેક પૂર્વક ઉપભોગ કરવો એ આર્યત્વ છે. બાહ્ય પરિગ્રહનો વિવેક વિના ઉપભોગ કરવો અને તિજોરીમાં સંગ્રહ કરવો એ અનાર્યત્વ છે. બાહ્ય પરિગ્રહનો ઉપયોગ કરી શકાય, બાહ્ય પરિગ્રહનો ઉપભોગ કરી શકાય, બાહ્ય પરિગ્રહને તિજોરીમાં રાખી શકાય. પણ તન્મય ન બનવું. એના ન બની જવું. અને અવસરે પરોપકાર કરી લેવો.
પરિગ્રહ બહારથી છે, મૂચ્છ અંદરથી છે. પરિગ્રહનો પ્રાણ મૂચ્છ છે. જેનો પ્રાણ નીકળી ગયો હોય પછી એ પરિગ્રહ કેવો હોય ?
- અસમાધિ મરણ ન જોઈતું હોય તો વહેલામાં વહેલી તકે બધામાંથી મન ઉઠાવી લેવા જેવું છે.
શાસ્ત્રયોગીનું મન સંસારમાંથી ઊઠી ગયું છે માટે ઈદ્રિયના વિષયનો વિચાર નથી કરતા, બીજા કોઈ વિકલ્પ તેને હેરાન નથી કરતા, વસ્ત્ર, પાત્ર, દેહમાંથી વિકલ્પો નીકળી ગયા છે. પ્રમાદ જીવનમાંથી નીકળી ગયો હોવાથી આત્મામાં જ ઉપયોગ રહે છે. શાસ્ત્રયોગી તો નિકટમાં નિકટ એવા દેહને ટકાવવા માટે આહાર, વસ્ત્ર, પાણીને પ્રભુની આજ્ઞા મુજબ લે છે. ઉપસર્ગ, પરિષદને શાંતચિત્તે સહન કરીને આગળ વધે છે.
શ્રાદ્ધસ્ય = સંપ્રત્યયાત્મક શ્રદ્ધાવાળા હોય છે. શાસ્ત્રયોગી છટ્ઠા, સાતમા ગુણસ્થાનકના ઊંચા અધ્યવસાયમાં વર્તે છે. એના કારણે નિરંતર આત્મસ્વરૂપમાં રમણતા હોય છે. એમને વિષયોમાં પ્રવૃત્તિ નથી, રુચિ નથી, આકર્ષણ નથી, તેથી તત્ત્વનું સંવેદન, તત્ત્વનો આનંદ સતત બન્યો રહે છે.
કષાયનો સ્પર્શ નથી. કષાયો નિષ્ફળ થઈને જતા રહે છે. તત્ત્વનું આલંબન લઈને સ્વરૂપમાં લીન બને છે, ત્યારે તત્ત્વસંવેદન થાય છે.
નવતત્ત્વમાં સૌ પ્રથમ જીવ મૂક્યો અને છેલ્લો મોક્ષ મૂક્યો છે. પહેલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org