________________
ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન
૯૧
મારા વચનયોગમાં ન આવે તેની ખાસ કાળજી રાખો. સ્વપ્રશંસા અને પરનિંદા એ ભવાભિનંદીનું લક્ષણ છે. માટે એનો ત્યાગ મારે કરવો જ છે. અને નકામું બોલવાથી સમયનો દુરુપયોગ થાય છે. અને નુકસાનમાં કર્મબંધ થાય છે. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. અપ્રિય બોલવાથી સાચું પણ ખોટું જ ગણાય છે.
શાસ્ત્રમાં માઉસંતો માસમાણસની શુદ્ધિ બતાવી છે.
ઉપયોગપૂર્વક બીજાના હિતમાં સત્ય બોલનારની જ કિંમત છે. આ નિષેધનો ખ્યાલ રાખી, વિધિપક્ષે હિત - મિત અને સત્ય જ બોલવું એનો સતત ખ્યાલ રાખશો તો વચનયોગથી બંધાતાં કર્મોથી અટકી જશો. બોલેલા શબ્દોના આપણે ગુલામ છીએ, ન બોલેલા શબ્દોના આપણે માલિક છીએ. મળેલી વચનલબ્ધિનો સદુપયોગ જ કરવો છે એવું વિચારશો તો ચોવીસે કલાક પ્રભુની આજ્ઞાના અનુસંધાનમાં રહેવાશે.
કાયયોગને મારે જયણાપૂર્વક જ પ્રવર્તાવવો છે. પ્રભુએ ત્રણે યોગનો સંવર કર્યો છે અને મતિજ્ઞાનના ઉપયોગને સ્વરૂપના અનુસંધાનમાં એવો લીન કર્યો છે કે નિર્જરા શરૂ થઈ ગઈ. સંવર આવે એટલે નિર્જરા શરૂ થઈ જાય છે. આપણે નાની નાની વાતમાં up-set થઈ જઈએ છીએ અને પ્રભુ મોટી વાતમાં પણ સંપૂર્ણ set-up હતા. આનું કારણ છે – “પ્રભુની સમાધાન વૃત્તિ.” સમાધાને સમાધિઅને આ રીતે જીવનપર્યંત સમાધિમાં રહેશો તો મૃત્યુ વખતે સમાધિ સહજ બનશે.
જીવનમાં Art of Compromise સમાધાનની કળા શીખ્યા વિના ચાલે તેમ જ નથી. કોઈ આપણું કહ્યું ન માને તો તરત જ વિચારી લેવું કે, મારું કહેવાતું આ શરીર પણ જો મારી આજ્ઞામાં નથી રહેતું, કેટલીયવાર વાંકું ચાલે છે. આપણું કહ્યું સાંભળે તેમ છે ? શરીરને કહો કે તારે માંદું, પડવાનું નથી, છતાં આ વાત શરીર નથી માનતું તો તમે પત્નીને, પુત્રને, પરિવારને તમારા કહ્યામાં રાખવા માગતાં હો એ તમારી સમજદારી છે ?
જે ચીજ મારી નથી, જે પદાર્થ ભિન્ન છે તેના પર મારી આજ્ઞા, મારો અધિકાર, મારી સત્તા ચાલી શકે ?
જે પદાર્થ મારા નથી. તેના પર મારી સત્તા નથી, તો પછી એના પર રાગ કરવો એ મૂર્ખામી છે. પરપદાર્થથી ઉદાસીનતા જ તમને કેવળજ્ઞાન અપાવશે. આ જગતમાં તમારા આત્માથી, તમારા કેવળજ્ઞાનથી, તમારા સ્વરૂપના આનંદવેદનથી કઈ ચીજ ચડિયાતી છે ? એક પણ નહિ,
આત્મા કિંમતી છે. આત્મા શરીરમાંથી નીકળી જાય તો પછી શરીરની કોઈ કિંમત નથી, તે શબ કહેવાય છે. બાહ્યપદાર્થોથી ઉદાસીન બનશો તો
આત્મા પકડાશે. જેને બાહ્ય પદાર્થોની જરૂરિયાત ઓછી હશે તે જ ઉદાસીન Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org