________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૩૯
પણ આ બે ચીજનો કાયમી ત્યાગ અમારા માટે શક્ય નથી. શાસ્ત્રો કહે છે પ્રતિષેધનો ત્યાગ પહેલો જરૂરી છે. પછી કર્તવ્યનું પાલન આવે છે. ધર્મ વિધિ-નિષેધ ઉભય સ્વરૂપ છે. પણ આ સત્ય આજે કોઈને સમજાતું નથી. ભગવાનની ભક્તિ કરનારા માટે પણ શ્રી અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું કે,
વેરવિઉત્તા, ભત્તિસુજતા''-સર્વ જીવો જોડેના વૈરના ઝેરને નિચોવીને, વૈરથી રહિત થઈ. ભક્તિમાં જોડાવાનું છે. આજે લોકોને ભક્તિ કરવી પાલવે છે પણ વૈરની વસૂલાત છોડવી નથી. હૃદયના સિંહાસન ઉપર વૈરાગ્નિ જળતો હશે તો ત્યાં પરમાત્માનું સિંહાસન ક્યાંથી મુકાશે ? સંસારનો રસ ઓછો કરવો એ ધર્મ પામવા માટેની પૂર્વ શરત છે.
તમે ફ્રીજનાં પાણી છોડી શકશો ? એ.સી. છોડવાની તૈયારી છે ? અંદરમાં ઠામઠામ વૈષયિક સુખની લાલસા ભરેલી પડી છે. આત્માના પ્રત્યેક પ્રદેશો ઉપર વિષયાસક્તિના કાદવો ઉડેલા પડ્યા છે, એ વિષયાસક્તિને તોડીશું ત્યારે ધર્મ આવશે.
જુઓ દરેક કાળમાં સાધુ-સાધ્વી થોડા રહેવાના, શ્રાવક-શ્રાવિકા વધારે જ રહેવાના. શ્રાવક તેને કહેવાય કે, જે ધર્મને સદહે, પુણ્યને વાવે, પાપને કાપે, દિનપ્રતિદિન શ્રાવકની શ્રદ્ધા વધતી જાય, પાપપ્રવૃત્તિ ઘટતી જાય, ને પુણ્યાનુબંધી પુણ્ય વાવતો જાય.
A = કૃતિ રૂતિ શ્રાવ : શ્રાવક, ધર્મનું શ્રવણ નિરંતર કરે. શ્રવણ પછી તેને સદહે. જે જ્ઞાન શ્રદ્ધામાં પરિણામ પામ્યું છે તે જ જ્ઞાન ઉપયોગી બની શકે છે.
વ = ધનાદિ બધી શક્તિને ૭ ક્ષેત્ર અને જીવદયામાં વાવે. ને પુણ્યાનુબંધી પુણ્ય મેળવે.
ક = અઢાર પાપોને જીવનમાંથી કાપતો જાય, કાપતો જાય. આપણાં જીવન પાપથી ભરેલાં છે. ચોવીસ કલાક આટલાં બધાં પાપો નિરંતર થયા જ કરે, થયા જ કરે, અને સામે એક કલાકનો ધર્મ-શું અસર કરે ?
જુઓ, પાપ થવું એ મોટી વાત નથી.
અનાદિના સંસ્કારો, અને અશુભનિમિત્તો આ બે ભેગાં થાય તો દારૂ + દેવતા મળતાં વિસ્ફોટ થાય છે તેમ પાપો રાચીમાચીને થવાની સંભાવના ઊભી થાય છે
જે બહુ સાત્વિક, જાગૃત, અંતર્મુખ, હોય તે જ બચી શકે. કલિકાળમાં સાત્ત્વિકતાનો દુકાળ છે. દરેક કાળમાં સાત્ત્વિક જીવો ઓછા જ હોવાના. પણ પાપો થઈ ગયા પછી પાપો તમને ડંખે છે ? ખટકે છે ? તમારા જીવનમાં ઈચ્છાએ કે અનિચ્છાએ, રસપૂર્વક કે રસ વિના, જાણતાં કે અજાણતાં કરાયેલાં કયા પાપો ખટકે છે ? જે ચીજ જીવનમાં ખટકે છે, તે નીકળ્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org