________________
૨૬૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આત્મા દ્રવીભૂત થાય, મન તેમાં ભળી જાય, તે માનસિક નમસ્કાર છે. આ ત્રણે નમસ્કારના ફળરૂપે પંચપરમેષ્ઠી અત્યંત ઉપાદેય લાગવા જોઈએ. “આ જ સર્વસ્વ છે.” આ પરિણામ પેદા થવો જોઈએ, તે ન આવે તો હજી સાચો નમસ્કાર આવ્યો નથી એમ સમજવું.
મતિજ્ઞાનના ઉપયોગમાંથી મોહને ખસેડવો હોય, પદભ્રષ્ટ કરવો હોય તો દેવ – ગુરુને મનમંદિરમાં બેસાડવા જ પડશે. ક્યાં અરિહંતને લાવો ! ક્યાં ગુરુને લાવો ! મોક્ષે જવાની શ્રેષ્ઠ સાધના છે. - શ્રેણિકે ચોવીસ કલાક ઉપયોગને અરિહંતથી બહાર જવા ન દીધો. એકાવતારી શ્રી તીર્થંકર પદ્મનાભ બન્યા. આ મોટામાં મોટી સાધના છે ? આનાથી બીજી કોઈ મોટી સાધના છે ?
કુમારપાળે સાધનાનું કેન્દ્રબિંદુ શ્રી હેમચંદ્રાચાર્યને બનાવ્યું તો એકાવનારી બન્યા.
પ્રદેશી રાજા સમ્યકત્વ પામ્યા, દેશવિરતિ ધર્મ પામ્યા. પર્વતિથિએ પૌષધ પામ્યા. પોષધ પાળીને ઘેર આવે છે. પત્નીને થયું આ ધણી હવે મારો નથી. તેનો રાગ ખસી ગયો છે. ધર્મીની ચાલમાં, બોલમાં, વાતમાં, આંખમાં ધર્મ હોય. કેશી ગણધરે પ્રદેશી રાજાની આંખો ખોલી નાખી છે. અંદરથી વિનાશીનો રાગ નીકળે નહિ ત્યાં સુધી ધર્મ આવે નહિ. અનંતકાળનો ખોટો અભ્યાસ છે તેથી પરચીજ પોતાની લાગે છે. જે પર છે તે ત્રણકાળમાં સ્વ બની શકે નહીં. વૈષયિક સુખની આસક્તિ માણસને પ્રચંડ સ્વાર્થી બનાવે છે અને કાર્યસિદ્ધિ માટે છેલ્લામાં છેલ્લી તકને અજમાવી લે છે. અહીં પણ પ્રદેશી રાજાની રાણી સુર્યકાન્તા તેને મારી નાંખવાના પ્રયત્નો કરે છે. પ્રદેશી ધર્મ પામેલો છે. સમ્યકત્વને સ્પર્શી ચૂક્યો છે. વ્રતોનું આરાધન પણ દેશથી કરી રહ્યો છે સંસારનું સ્વરૂપ નખશિખ ઓળખાઈ ગયું છે. પત્નીની પ્રક્રિયા પરખાતાં પણ પરિણામ લેશમાત્ર બગડ્યા નથી. સમાધિમરણથી દેવલોકમાં સૂર્યાભ નામે દેવ થયા. દેવ – ગુરુ - ધર્મ મળ્યાથી કેવો ચમત્કાર થયો. વિષમ પરિસ્થિતિમાં પણ જીવ સમાધિ જાળવી શક્યો. અને ઉપકારનું દર્શન થતાં જીવ કૃતજ્ઞતાના ભારથી કેવો નતમસ્તક રહે ! અહંકાર તૂટે તો આ નમસ્કાર આવે. સમાધિમાં જાતને પ્રધાનતા આપે તો અહંકાર વધે, કતજ્ઞતા ગુણનો પ્રવેશ ન થાય. કૃતજ્ઞતા ગુણના કારણે ઉપકારીનાં કઠોર વચનો પણ કષાય પેદા કરાવી શકતાં નથી. જગતમાં જેમ દોષોની તાકાત છે તેમ ગુણોની પણ સ્વતંત્ર તાકાત છે. એક પ્રસંગની કલ્પના કરીને તમારા જીવનમાં પ્રાપ્ત થયેલ કૃતજ્ઞતા, ગુણ પણ તમને ગુણોની સાંકળમાં ખેંચી જાય છે.
આ વાત જો સમજાઈ જાય તો આ ગુણનો વિકાસ ખૂબ સહજ બની શકે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org