________________
૧૭૦
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તેની પાસે બિલકુલ નથી. ભાવમનની અર્થાત અંતઃકરણની સાધના એ નિશ્ચય સાધના છે. મન એ આત્માનો અંશ છે. કાયાની તો રાખ થાય છે. અને રાખનું વિસર્જન થાય છે. કાયા કદી પરમાત્મા રૂપે બનતી નથી, સમવસરણનું દેશ્ય ગમે તેટલું સુંદર હોય તો પણ તે પુદ્ગલનું બનેલું છે અને દેશ્ય તો આંખ સામે જ વિસર્જન પામે છે. વચનયોગનો પણ અંત આવે છે. જ્યારે ભાવમન એ અંતઃકરણ સ્વરૂપ છે અને તે પરમાત્મા બને છે.
અંતઃકરણની શુદ્ધિ, વિશુદ્ધિ, ક્ષયોપશમ એ મિથ્યાત્વાદિ દોષોનો ક્ષય કરી, સ્વરૂપને પામવા સમર્થ બની શકે છે. વેદાંતમાં અંતઃકરણના ચાર વિભાગો બતાવ્યા છે.
અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત સ્વરૂપે અંતઃકરણ રહેલું છે. અંતઃકરણ છદ્મસ્થને હોય છે, કેવળજ્ઞાનીને અંતઃકરણ હોતું નથી. અંતઃકરણમાં રાગાદિ વિકારો પડ્યા છે માટે મલિન થયું છે, તેને સુધારવાનું છે. આ ચાર ભેદોને બરોબર ઓળખી લો. પછી શુદ્ધ કરતાં આવડી જાય. અંતઃકરણ એ પાર્લામેન્ટ જેવું છે. અહંકાર એ પ્રેસીડન્ટ છે, બુદ્ધિ એ પ્રાઈમમિનીસ્ટર છે, મન હોમમિનીસ્ટર છે, ચિત્ત એ ફોરેન મિનીસ્ટર છે.
અંતઃકરણના ચાર ટુકડા નથી, પણ સમજો. ક્યારેક મન ભટકે છે, ક્યારેક મન વિચાર કરે છે, ક્યારેક મન નિર્ણય કરે છે. મન એટલે શું ? આત્મામાં જે સતત વિચારો ઊભરાયા કરે છે, આ વિચારોનું ઊભરાવાપણું એ મન છે. અંદરમાં જુદા જુદા વિચારોના બંડલ આવ્યા કરે છે. સંયોગો ભેગા થાય ત્યારે તેમાં મન ભળે છે એટલે ફરી વિચારોની હારમાળા ચાલુ થાય છે. જ્યારે અંદરમાં વિચારો ઊભરાય છે ત્યારે અંતઃકરણ મન સ્વરૂપે કામ કરે છે જ્યારે તે બહારમાં ભટક ભટક કરે છે અંત:કરણ ચિત્તસ્વરૂપે કામ કરે છે. જ્યારે તે નિર્ણય અને અભિપ્રાય આપે છે ત્યારે અંત:કરણ બુદ્ધિ સ્વરૂપે કામ કરે છે. અને બુદ્ધિએ આપેલ નિર્ણય અને અભિપ્રાય ઉપર અહંકાર સિક્કો મારે છે ત્યારે અંતઃકરણ અહંકાર સ્વરૂપે કામ કરે
સંસાર એટલે જ સારા - નરસા સંયોગો છે. સંસારનો અંત લાવવો હોય તો સંયોગનો અંત લાવો. અને તે માટે સંયોગોમાં ભળો નહીં.
સારા સંયોગો મળવા એ પુણ્યનો ઉદય છે, ખોટા સંયોગો મળવા એ પાપનો ઉદય છે. આ બંને સંસાર છે.
પૂર્વમાં કરેલા શુભાશુભભાવનું ફળ સ્વરૂપે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે અને આ શુભાશુભ સંયોગો એ જ તમારો વર્તમાન સંસાર છે. કૂવામાં જઈને બોલો, “તું ચોર છે. તો એ જ પડઘો સામે આવે છે. ભાવની સામે પ્રતિભાવ હોય છે, ક્રિયા ની સામે પ્રતિક્રિયા હોય છે, માટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org