________________
૨૬૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
અને બાળ વિકાસ પરવા
પંચાચારનું પાલન, ષકાયની રક્ષાની પ્રવૃત્તિ, નિર્દોષ ચર્યા, ગુરુકુળવાસ એ વ્યવહારચારિત્ર છે.
આત્મસ્વરૂપમાં રમણતા ઊભી કરી હોય, આત્મસ્વરૂપમાં આનંદ ઊભો કર્યો હોય, આત્મસ્વરૂપ પામવા માટે જ્ઞાનયોગ ઊભો કર્યો હોય એ નિશ્ચયચારિત્ર છે.
નિશ્ચયચારિત્રની પ્રાપ્તિમાં પંચાચારનું પાલન સહાયક છે.
આત્મસ્વરૂપમાં રતિ, રમણતા, આનંદ આ છે જ્ઞાનયોગ, એ સાધ્ય છે. આંશિક રમણતાથી આશિક મોક્ષ મળે છે.
જીવો સાથે વાત્સલ્યનાં બીજો વાવે છે, સાથે વાત્સલ્યના સંસ્કારો ઊભા કરે છે તે આત્મા ઉપસર્ગ વખતે ટકી શકે છે. આંબિલ - ઉપવાસ; સામાયિક, પ્રતિક્રમણ, દાનાદિ ધર્મો એ યોગસાધના છે. સાધુને મન વચન - કાયાની સમ્યપ્રવૃત્તિ, પંચાચારનું પાલન એ યોગ સાધના છે.
યોગસાધનાનું ફળ ઉપયોગ સાધના છે.
આત્મામાંથી કષાય પરિણતિ, રાગાદિ પરિણતિ દૂર થાય તે ઉપયોગ સાધના છે. ઉપયોગ સુધારવા માટે વચનયોગને-કાયયોગને સુધારવાના છે. અત્યારે ઉપયોગ અને વચન – કાયા બધું એકમેક થયેલું છે માટે ઉપયોગને સુધારવા માટે વચન - કાયાને સુધારવા પડે છે. જીવને કર્મબંધનું કારણ મન છે. મન બગડે એટલે આખી પરિસ્થિતિ બગડે છે. યોગધર્મ કદાચ ઓછો પણ હશે, પરંતુ ઉપયોગશુદ્ધિ ઘણી હશે તો તેના પરિણામે રાગાદિ, કષાય પરિણતિ ઓછી હશે તે મૃત્યુ સમયે મૃત્યુને સુધારીને જશે.
જેણે મનુષ્યભવમાં ખૂબ સંસ્કારો નાખ્યા હોય, અને પછી તરત જ બીજો પણ મનુષ્યભવ મળે તો સંસ્કારો વધુ દઢ બને, નવા સંસ્કારો નંખાતા જશે. જ્યારે દેવલોક એટલો ખરાબ છે કે ત્યાં વિષયોની પ્રચુરતા હોવાથી સંસ્કારો લગભગ નાશ થવાનો સંભવ ઘણો છે, પણ સંસ્કારો ટકવાની વાત બહુ દુષ્કર છે. એ તો બહુ વિરલ યોગ્ય જીવને માટે દેવલોક વિશ્રામસ્થાન બને છે અને પ્રયાણભંગ થતું નથી. આ મુનિએ સરાગસંયમ આદરી ચારિત્ર પાળતા પાળતા મોહનો નાશ કરવા માટે ઉદ્યમ કર્યો પણ મોહનો નાશ થયો નહીં, રાગ ઊભો રહી ગયો.
સરાગસંયમ એટલે શું ? એનું ફળ શું ?
જીવ સમ્યક્ત્વ પામ્યો, ચારિત્ર પામ્યો પણ ચારિત્ર પૂર્ણ ન બન્યું, યથાખ્યાત ચારિત્ર પૂર્ણ ન બને, ત્યાં સુધી ચારિત્ર પરિણામ હોતે છતે પણ મોહ પૂર્ણ ખતમ ન થયો એટલે સરાગસંયમ કહેવાય. સરાગસંયમનું ફળ દેવલોક છે. સંયમની સાથે સંપૂર્ણ રાગ - મોહ ખતમ ન થયો એટલે દેવલોક મળે છે. સમકિતની હાજરીમાં મનુષ્ય – તિર્યંચ દેવલોકનું આયુષ્ય બાંધે છે અને દેવ, નરક હોય તો સમકિતની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org