________________
ઉદાર અને ગંભીર આશય એ સમકિતીની મોનોપોલી છે
૩૨૩
માર્ગનુસારિતા શું છે ? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ ભળેલો હોય છે એ જ માર્ગાનુસારિતા છે.
પ્રશ્ન : એવો માર્ગાનુસારી ક્ષયોપશમ કેવી રીતે થાય ?
ઉત્તર : આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન, ગુરુકપ, વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, નિઃસ્વાર્થતા, પરોપકાર, મૈત્રી વગરે ગુણો ભળે તો ક્ષયોપશમ માર્ગાનુસારી કહેવાય છે.
લેશ્યાને સુધારવા માટે, ધર્મવૃક્ષને વિસ્તારવા માટે, બીજાના ઉપકાર માટે, ઉત્કૃષ્ટ પુણ્ય માટે આ મૈત્યાદિ ભાવો જરૂરી છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય અને ગુણો ન ભળે તો અહંકાર ભળે છે. આવું ન થાય તે માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે.
અંદરમાં ઠર્યા વિના તેની કાંઈ મજા નથી. અંદરમાં ઠરવા માટે પરોપકાર જરૂરી છે. ગંભીર, ઉદાર આશય માટે આ ભાવો જરૂરી છે. શ્રી તીર્થંકર પ્રભુને તીર્થંકર નામકર્મનો રસોદય થાય ત્યારે એ પુણ્યને ભોગવવા માટે આ વિશ્વ નાનું પડે છે. માનવ તો ખરા, પણ દેવો પણ દોડાદોડ કરે છે.
જગતના જીવોને પૂર્વના ત્રીજા ભવમાં, માર્ગ પમાડવાની હિતચિંતા કરી છે માટે આ દશ્યનું સર્જન થયું છે. તેને સુધારવા માટે પણ પરોપકારાદિનાં કાર્યોમાં નિરત રહેવું જોઈએ. ધર્મરૂપી વૃક્ષને ફાલ્ફૂલ્યું બનાવવા માટે પણ આ ભાવો જરૂરી છે.
જેના હાથમાં શ્રી તીર્થંકરની આજ્ઞા સમાન રજોહરણ છે એવા જીવને છતી શક્તિએ પરોપકાર ન હોય તો ચાલે ? સાધુને જોઈને કોઈ અધર્મ પામે એ સંભવિત જ નથી. અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે, અજાણતાં પણ પ્રવચન માલિન્ય થાય તો સંસારપરિભ્રમણ વધે એવાં કર્મો જીવ બાંધે છે. અનાભોગે થતી ભૂલનું પણ નુકસાન ઘણું છે.
અજ્ઞાનતા એ કોઈ બચાવ નથી – અજ્ઞાનતા એ પણ ગુનો છે. Ignorance is not an excuse. સંયોગો પણ બચાવ નથી. circumstances are not an excuse.
જે સંયોગો મળ્યા છે તેમાં વફાદારીથી જીવવાનું છે. ફરિયાદવાદી બનવા કરતાં ઉપાયવાદી બનવાની જરૂર છે. પરિસ્થિતિ બદલી શકાતી નથી. મનઃસ્થિતિ બદલી શકાય છે. કર્મ સંયોગો આપે છે, ધર્મ અભિગમ આપે છે. ગમે તેવા સંયોગો હોય એમાં કેવી રીતે જીવવું એ ધર્મકળા શીખવાડે છે. જેને ધર્મ નથી મળ્યો એ અવિવેકથી જીવે તો ક્ષત્તવ્ય કહી શકાય, પણ જેને ધર્મ મળ્યો છે એણે વિવેકથી જીવવું જોઈએ મોટી વ્યક્તિ નાની પણ ભૂલ
કરે તો પણ તે સજાપાત્ર બને છે, નાની વ્યક્તિ મોટી ભૂલ કરે તો પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org