________________
12
અનેક જવાબદારીઓ વચ્ચે પણ તેઓશ્રીએ સમય કાઢીને જે આ કામ કર્યું તે બદલ તેઓશ્રી પણ ઉપકારી છે.
પ્રસ્તુત પુસ્તકનું સંકલન-સંપાદન કરવામાં કે તેનું પ્રકાશન કરવામાં જે આત્માઓ સાક્ષાત્ કે પરોક્ષ રીતે સહાયક બન્યા છે તે સહુના સત્કાર્યને અંદરથી અનુમોદું છું.
અંતે એક જ વાત કે હે ભવ્ય જીવો ! આ જન્મના અંતે આવનારા મૃત્યુ સમયે જો તમે સમાધિમરણને પામવા ઈચ્છતા હો, સમાધિ વિનાનું મૃત્યુ તમારા આત્માને ભય ઉપજાવતું હોય, સમાધિ એ જ જીવનનો સાર માનતા હો તો બીજા બધા જ વિકલ્પોને છોડી દઈને તમે પુનઃ પુનઃ આ પુસ્તકને વાંચો - તેમાં કહેલા પદાર્થોને તેમજ બતાવેલા સાધનામાર્ગને આત્મસાત્ કરો અને તેના દ્વારા સમાધિમૃત્યુને વરી શીઘાતિશીધ્ર પરમપદને પામો એ જ એક શુભાભિલાષા.
शुभं भवतु श्रीश्रमणसंघस्य ૨૦૫૩, શ્રાવણકૃષ્ણા સપ્તમી
મુક્તિદર્શનવિજય પિંડવાડા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org