________________
11
થાય છે તેમાં ઝીલવાથી આત્માને ઝબોળવાથી આનંદ ઉત્પન્ન થાય છે. એ જ રીતે ચારિત્ર પણ આત્માનો ગુણ છે તેમાં આત્મશક્તિનું મિલન થતાં જે રસ ઉત્પન્ન થાય છે તે ચારિત્રનો આનંદ છે.
આ રીતે આત્માના અનંતગુણ હોવાથી તે દરેકમાં વીર્યશક્તિ ફોરવવાથી વીર્યશક્તિ પણ અનંત છે તે દરેકમાં આત્મા એકી સાથે ડૂબકી મારે ત્યારે આનંદ પણ અનંત ભોગવે છે. આને જ મુક્તિનું – કેવલજ્ઞાનનું સુખ કહેવાય
છે.
આત્મા જ્યારે ગુણભોગથી થતા આનંદ સુખમાં એકાકાર થાય છે ત્યારે ગુણગુણીની અભેદતા તેની સ્થિરતામાં થાય છે. તેથી બધા જ ભિન્ન ભિન્ન ગુણોનો આનંદ ગુણગુણીના અભેદમાં એકાકાર થઈને પિંડીભૂત થવાથી તે ધનસ્વરૂપે બને છે તેથી આત્મા આનંદઘન સ્વરૂપ પામે છે.
પ્રસ્તુત યોગદૃષ્ટિ સમુચ્ચય એ યોગ દ્વારા મોક્ષને પામવા માટે મહાશાસ્રરૂપ છે જેમાં ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ મિત્રા, તારાદિ આઠ દૃષ્ટિના ભેદથી યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. જેમાં અધ્યાત્મના માર્ગને સ્પષ્ટ કરવા વિશિષ્ટ કોટિનો શબ્દકોશ આપ્યો છે જેમ કે પહેલા જ શ્લોકમાં પરમાત્માના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા પ્રભુની કર્મકાય, ધર્મકાય, તત્ત્વકાય અવસ્થા બતાવી છે. આવા શબ્દનો પ્રયોગ અન્યત્ર યોગના ગ્રંથોમાં ક્યાંય જોવા મળતો નથી. ત્યાર બાદ ઇચ્છાયોગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગનું વર્ણન તેઓશ્રીએ જે કર્યું છે તે પણ મુમુક્ષુ માટે મનનીય છે આ જ રીતે બીજા અનેક આંખે ઊડીને વળગે એવા નવા નવા વિષયો ઉપર તેઓશ્રીએ વિશદ છણાવટ કરીને યોગમાર્ગને સ્પષ્ટ કર્યો છે.
આત્માના અધ્યવસાયને ઓળખવા માટે તેમ જ ગુણસ્થાનકના વિશદ બોધ માટે યોગદૃષ્ટિનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે, તેના વિના ગુણસ્થાનકનો બોધ ઉપરઉપરનો જ રહે છે.
પ્રસ્તુત વિષય ઉપર વ્યાખ્યાન કરતાં તેમજ તેને પુસ્તકરૂપે બહાર પાડતાં મને સિદ્ધાંતદિવાકર, પરમગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય જયઘોષસૂરિજી મહારાજાનું આલંબન ખૂબજ ઉપકારક બન્યું છે. જ્યાં જ્યાં તત્ત્વનું નિરૂપણ કરતાં પદાર્થ સ્પષ્ટ ન થતો હોય એમ લાગે ત્યારે તેઓશ્રીની સહાયથી જ તેનો ઉકેલ પામી શક્યો છું. તેમાં પણ ૧૯મો શ્લોક પ્રતિપાતપુતાશ્ચાઘા તેમજ શ્લો. ૩૪ જેમાં અવંચકત્રયનું સ્વરૂપ વર્ણવ્યું છે તેમાં તો તેમની સહાય અતિઉપયોગી નીવડી છે. માટે તેઓશ્રી મારા માટે અત્યુપકારક છે. તેમજ પ્રસ્તુત પુસ્તકને સાદ્યન્ત તપાસી તેના ઉપર સુંદર પ્રસ્તાવના લખી આપનાર વિદ્વર્ય અને પ્રભાવક મુનિરાજશ્રી અજિતશેખર વિજયજી મ.સા.ને પણ હૃદયથી યાદ કર્યા વિના રહી શકાતું નથી. વ્યાખ્યાન, પ્રભાવના, પઠનપાઠન વગેરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org