________________
1
આવે છે. જ્ઞાન મલિન થતાં આનંદ દબાય છે. જ્ઞાન નિર્મળ થતાં આનંદ બહાર આવે છે. જ્ઞાન અને આનંદ ઉભય ચૈતન્ય તત્ત્વ છે તે આત્મપ્રદેશોએ છે. જ્ઞાન, આનંદને ઈચ્છે છે તો આનંદ પણ જ્ઞાનમાં જ છે. બન્નેનો અભેદ આધાર આત્મપ્રદેશો છે. ઇન્દ્રિયોના સુખભોગ અને રસાસ્વાદ બંધ થાય તો જ અતીન્દ્રિય આનંદ મળશે.
દુઃખનું કારણ ઇન્દ્રિયજનિત ભોગ છે. ઇન્દ્રિયજનિત જ્ઞાન નથી. સાધનામાં ઇન્દ્રિયોથી જાણવાનું ચાલુ હોય છે પરંતુ ઇન્દ્રિયોથી ભોગ ભોગવવાનું બંધ કરીએ તો અતીન્દ્રિય સુખ વેદી શકાય છે અને સહજાનંદી બનાય છે. કેવળજ્ઞાન થયા પછી સમસ્ત વિશ્વને નિર્દોષતાએ – જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જાણવા છતાં અનંત આનંદના ભોક્તા બનાય છે કારણ કે આનંદને વિશ્વના પદાર્થ સાથે સંબંધ નથી, વિશ્વના પદાર્થ સાથે સંબંધ છે જ્ઞાનને. જ્ઞાનમાં સમસ્ત
યો ઝળકે છે. આમ જ્ઞાનને વિશ્વના તમામ પદાર્થો સાથે સંબંધ હોવા છતાં તે સંબંધ નિર્દોષ સંબંધ છે, જ્ઞાતા-દ્રષ્ટાભાવનો સંબંધ છે. કર્તા-ભોક્તાભાવનો સંબંધ એ જ દોષરૂપ છે.
કેવલી ભગવંતનું સ્વરૂપ વિચારી તેમનો જેવો શુદ્ધ ઉપયોગ છે તેવો શુદ્ધ ઉપયોગ આપણો બનાવવાનો છે તે માટે મતિજ્ઞાનમાં વીતરાગતા લાવવાની છે. તે લાવવા માટે જ્ઞાનમાંથી અસત્ ઇરછાઓ, તૃષ્ણાઓ, ઔસુક્ય, આવેશ, ચંચળતા, ચપળતા, ક્ષુદ્રતા વગેરે ભાવોને દૂર કરવાના છે. આમ કેવલી ભગવંતનું જીવન સતત આંખ સામે રાખીને સાધના કરવાની છે.
ભોગી જેટલો જલ્દી યોગી બને તે સારું છે. યોગી, જીવે ત્યાં સુધી જગત માટે ઉપકારી છે. યોગીના ત્રણે યોગ જગતના કલ્યાણ માટે છે. જ્યારે ભોગીના ત્રણે યોગ પોતાના ભોગ માટે છે. જે સ્વપર દુઃખદ છે. યોગી જગત પાસેથી અન્ન, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધાદિ આવશ્યક ચીજ લઈને જગતને જ્ઞાનનું દાન કરવા દ્વારા સ્વરૂપનું જ્ઞાન-ભાન કરાવે છે તેથી યોગી જગતને ઉપકારી છે તેમજ પોતાને મળેલા યોગ દ્વારા દેહ સુખ ન ભોગવતાં આત્મકલ્યાણ કરે છે. માટે પોતાના ઉપર પણ ઉપકાર કરે છે.
સમ્યકત્વનો અર્થ શાસ્ત્રકારે સ્વસંવેદ્યત્વ - સ્વાનુભૂતિ કર્યો છે અને ચારિત્રનો અર્થ સ્વરૂપરમણતા કર્યો છે. જે જ્ઞાન અર્થમાં નથી પરંતુ આનંદવેદન અર્થમાં છે. જ્ઞાન એટલે આનંદનો પ્રકાશ – ઝળહળાટ, જેમાં સહજ રીતે અક્રિયતાએ સર્વ શેયો ઝળહળે છે. આમ જ્ઞાનગુણની પ્રધાનતાથી પણ આગળ વધીને વેદકતાએ આત્મા પ્રધાન છે. જે જ્ઞાન, આનંદમાં ડૂબેલું હોય, તે જ્ઞાન નિર્દોષ હોય. નિર્વિકલ્પ હોય. પછી ભલે કેવલજ્ઞાનમાં સમસ્ત વિશ્વ ડૂબેલું હોય.
જ્ઞાનગુણ જે આત્માનો છે તેમાં વીર્યશક્તિ ભળવાથી જે રસ ઉત્પન્ન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org