________________
૨૦૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તાસ ઉપર દયા એવડી શું કરી ? સાપરાધે જને સબલ નેહો.” સંગમના ઉપસર્ગથી પ્રભુ પોતાના દુ:ખે તો રડ્યા નહિ પણ તેના કર્મબંધના સંદર્ભમાં વિચારતાં પ્રભુની આંખમાં આંસુ આવી ગયા છે. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ પ્રભુને પ્રશ્ન કરે છે આવડા પાપીષ્ઠ વ્યક્તિ ઉપર તને આવી દયા શા માટે આવી ? તેનો જવાબ આપે છે કે પ્રભુ તો અપરાધી પ્રત્યે બળવાન સ્નેહવાળા હોય છે.
આપણે પણ જો પરમાત્માના સાચા ભક્ત હોઈએ તો અપરાધી પ્રત્યે આપણી કરુણા ભરાઈ જવી જોઈએ, ઉભરાઈ જવી જોઈએ એને બદલે ઉપકારી પ્રત્યે પણ જો આપણે કૃતજ્ઞ બની જતાં હોઈએ તો આપણે ભગવાનના આલંબનથી લાખો માઈલ દૂર છીએ એમ નિશ્ચિતપણે સમજી લેવું. મતિજ્ઞાનના ઉપયોગમાં શોધ ચલાવીને રાગાદિ વિકારોને જોવાના છે, સ્વીકારવાના છે, કાઢવાના છે અને પાછા ફરી પેસવા દેવાના નથી. આના માટે જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિ, સુક્ષ્મબોધ, તીવ્રબોધ જોઈશે. આનાથી જ પોતાના જીવનમાં અતિચાર – દોષ ક્યાં લાગે છે તે સમજી શકાશે.
સુક્ષ્મબોધ વિના સૂક્ષ્મ અતિચારોને પકડી શકાતા નથી અને તે માટે અગીતાર્થ તો નિયમા ગીતાર્થની નિશ્રામાં વિચરે. ગીતાર્થની છાયામાં રહેલો વારંવાર અતિચારોથી શુદ્ધ થઈ શકે છે. ગીતાર્થ પણ બીજા ગીતાર્થની સાથે વિચરે. એક આચાર્ય ભગવંત વડીલ આચાર્યભગવંતની સાથે રહેલા હોય
ત્યારે કોઈપણ કામ તેમને પૂછીને કરે, લોકોત્તર શાસનની આ અદ્દભૂત મર્યાદાઓને સમજવી જરૂરી છે. માર્ગના સૂક્ષ્મજ્ઞાતા બનવું પડશે. તો જ છઠું અને સાતમું ગુણસ્થાનક સ્પર્શ.
મારુષ અને માતુષ પાસે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી. સૂક્ષ્મબોધ નથી પણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તેથી પોતાના જીવનમાં સમજી શકે છે કે મારે કેવી રીતે બીજા સાથે રહેવું ? અને આ રીતે બાર વર્ષની સાધના કરી અને તેનાથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મ તુટ્યું. અદ્ભુત ક્ષયોપશમ થયો અને શ્રેણી માંડી.
શાસ્ત્રયોગ બહુ દુષ્કર છે. પણ ઇચ્છાયોગને બળવાન કરતાં રહેવાનું છે, કાળ, આસન, મુદ્રા વગેરેનું આલંબન લેતા રહેવાથી ઉત્તરોત્તર વિકાસ શક્ય બનશે. પણ ખ્યાલ રાખવો કે જો આત્મા આત્મઘરની બહાર ગયો તો આશ્રવ – બંધ – પુણ્ય – પાપ બંધાશે અને આત્મા આત્મઘરની અંદર ગયો એટલે સંવર અને નિર્જરામાં ગયો. આ માટે દૃષ્ટિને સુધારવી, દૃષ્ટિને સ્વચ્છ કરવી, દૃષ્ટિ જ્યાંથી નીકળી છે ત્યાં પરિપૂર્ણ ભેળવી દેવી એ પુરુષાર્થ આપણે કરવાનો છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org