________________
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા
૨૦૭
મૂળ આત્મામાંથી દૃષ્ટિ નીકળી છે ક્યાં જાય છે ? વિષયોમાં જાય છે કે જે બાહ્યતત્ત્વ છે. નિમિત્તો છે. નૈમેરિકભાવોમાં શુભાશુભતા રહેલી છે. નિમિત્ત ઉપર દૃષ્ટિ રહેશે, સ્વરૂપમાં રહેશે નહિ ત્યાં સુધી પારમાર્થિક ધર્મ આવશે નહી. સ્વરૂપમાં રહેવું એ પારમાર્થિક ધર્મ છે. આત્મા અનંતકાળથી બહારમાં ભટક્યો છે. હવે શુભ ભાવોનું બળ વધારીને અશુભ ભાવોથી ખસવાનું છે. શુભાશુભભાવોમાં જેનું બળ વધારે હોય તે પ્રમાણે કર્મ બંધાય, વિલાસી ભાવોની પ્રધાનતાથી તિર્યંચનો બંધ થાય છે દુર્જનતાથી નરકનો બંધ થાય છે. દુર્જનભાવો સ્થિર થાય તો રૌદ્રધ્યાન આવે. અશુભ કર્મો બાંધી, પોતાની દૃષ્ટિને ઓળખવી જોઈએ. ચેતનને ઓળખ્યો નહી, ચેતનને ઓળખવાની ઈચ્છા ન કરી અને જે ધર્મ કરશું તો મામુલી પુણ્યબંધ કરાવશે. આત્માને
ઓળખ્યા પછી જે ધર્મ કરશે તેમાં નિરા વધારે થશે, સંવર વધારે હશે, પુણ્ય પ્રકૃતિનો રસ વધારે અને પાપપ્રકૃતિનો રસ ઓછો હોવાથી આત્મશુદ્ધિ વધશે.
માટે શુભ નિમિત્તનું અવલંબન લઈને તું તારા ઘરમાં સમાઈ જા. સાધક બધાની વચ્ચે રહે અને જ્ઞાન – ધ્યાન – તપમાં એકાંતે લીન બને. ઈચ્છાયોગીની હૃદયની પરિણતિ નિર્મળ હોવાથી એનામાં અજ્ઞાન, જ્ઞાન, પ્રમાદ, વિષયની પરિણતિ હોવા છતાં હૃદયની બાબતમાં તે સરળ હોય.
ઈચ્છાયોગમાં અભવ્યો, દુર્ભવ્યો, ભારેકર્મી ભવ્યો નહીં આવે. પણ જે હળુકર્મી છે, ચરમાવર્તવર્તી છે તે આવશે.
સંસારનું સુખ અહિત કરનાર છે. આ વાત અંશે અંશે સ્પર્શે છે તે બધા ઇચ્છાયોગી પણ તેની માન્યતા હોય છે કે આત્મકલ્યાણ માત્ર ધર્મથી છે અને એ પણ જ્ઞાનીની આજ્ઞા મુજબનો ધર્મ આત્મકલ્યાણ કરવા સમર્થ છે. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા વગેરેથી કરાતો ધર્મ આત્મકલ્યાણ કરવા સમર્થ બનતો નથી. આ માન્યતા હોવાથી તેને જ્ઞાનીની આજ્ઞાનો, ખપ પડે છે.
અતિથિ સેવા એ ગૃહસ્થાશ્રમનો યજ્ઞ છે. અતિથિ પ્રેમ એ ઘરની પ્રતીક્ષા છે. અતિથિની વ્યવસ્થા એ ઘરની શોભા છે અતિથિનું સન્માન એ ઘરનો વૈભવ છે. સદાચાર એ જ સાચી સુગંધ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org