________________
પાંચમી સ્થિરાદેષ્ટિનું સ્વરૂપ
૩૪૩
ગમ વિના આગમ સમજાય નહીં. તમે અબજો રૂપિયા કમાતા હો પણ કષાયોને દૂર કરી આત્માને ન પામતા હો તો તમારો પ્રયત્ન નિષ્ફળ છે.
અનુભૂતિમાં આનંદવેદન છે. શાસ્ત્ર ભણનારે પણ લક્ષ્યમાં જ્ઞાનપ્રાપ્તિ કરતાં આનંદાનુભૂતિને મુખ્ય બનાવવી પડશે તો જ આનંદ મળશે. કષાયો ન ઘટ્યા હોય તો જ્ઞાન બોજારૂપ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની સાથે જો મોહનીય કર્મનો ક્ષયોપશમ ન થાય તો એ જ્ઞાન દ્વારા કષાયોનું ક્ષેત્ર જ વધે છે. અહંકાર વધશે. અહંકારીને પોતાનો અહંકાર જ મારનાર છે. એ તો મરે પણ અનેકને મારીને મરે છે. જ્ઞાનપ્રકાશમાં કષાયોને ઓળખવાના છે અને કષાયોને દૂર કરી જ્ઞાનાનંદની મસ્તી માણવાની છે. ભણવું એ સ્થૂલદષ્ટિથી ભણ્યા કહેવાય અને ભણીને કષાય દૂર કરી આગળ વધીએ તો તે સૂક્ષ્મ દૃષ્ટિથી આગળ વધ્યા કહેવાઈએ. સંસારમાં પણ આ ભેદ છે જ. ગણિત ભણ્યો એટલે પૈસા હાથમાં આવી નથી જતા, પૈસા હાથમાં આવે તો ગણી શકાય આટલી જ વાત છે. એ જ રીતે જ્ઞાની કષાયરહિત બને તો જ સુખી થઈ શકશે. કષાય ન નીકળે તો અંદર તો અંધકાર જ રહેશે.
પ્રશ્ન : શું સમકિતીને કષાય નથી થતો ?
ઉત્તર : ના, સમકિતીને કષાય સ્પર્શી તો શકે છે, પણ આત્મજાગૃતિના કારણે તે કષાયમાં લપાતો નથી ઊંડો ઊતરતો નથી. જે ચીજને ઓળખી લીધી પછી શેઇક-હેન્ડ જ કરે, રામ-રામ જ કરે. પણ તેની જોડે શાદી ન કરે. લગ્ન સંબંધ સ્થાપિત ન કરે. મિથ્યાત્વી કષાય જોડે એકમેક થાય છે, અભેદ બની જાય છે સમ્યકત્વી કષાય જોડે હસ્તધૂનન કરે છે.
પ્રથમની ચાર દૃષ્ટિમાં બોધ અલ્પ છે. એમાં પણ કષાય થાય ત્યારે બોધ ઝાંખો થાય છે.
આ પાંચમી સ્થિરાદષ્ટિનો બોધ પ્રવર્ધમાન હોય છે. પહેલાં શ્રદ્ધાથી માનતો હતો, હવે અનુભવથી માને છે. શ્રદ્ધા પ્રતીતિથી અનુસરાયેલી બની છે. Faith must follow by conviction જેમ કોઈએ બીજાના વચનથી માન્યું કે કેરી એ ઉત્તમ સ્વાદિષ્ટ ફળ છે અને શ્રદ્ધાથી ખાધું. એટલે અનુભવ થયો. હવે તે વારંવાર કેરીની મધુરતાને માણવા ઉત્સાહિત બનશે એમ ધર્મ
જ્યારે અનુભૂતિના સ્તરે ચડે છે પછી તેના માટે પ્રેરણાની આવશ્યકતા ઊભી રહેતી નથી. પરમાત્મા સર્વજ્ઞ, વીતરાગ અને યથાર્થવાદી છે તેમને જુદું બોલવાનું કોઈ પ્રયોજન નથી. જુઠું બોલવાનાં મુખ્ય ત્રણ કારણો છે રાગ-દ્વેષ-અજ્ઞાન. સર્વજ્ઞને વીતરાગતા હોવાથી રાગ-દ્વેષ નથી અને કેવલી હોવાથી અજ્ઞાન નથી. આવા પૂર્ણ જ્ઞાનીનું વચન અત્યાર સુધી શ્રદ્ધાથી માન્યું હતું. સર્વજ્ઞ ભગવંતો વિષય-કષાયને હય, અશુભ, ખરાબ કહે છે આ વાતનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org