________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હવે સ્વાનુભવ કર્યો. વિષયની ક્ષણિકતા ને પરાધીનતા જોઈ લીધી. હવે આ તુચ્છ આનંદને ચિરંજીવી કે સ્વાધીન બનાવવો હોય તો સર્વજ્ઞવચનને જ સ્વીકારી આગળ વધવું જોઈએ.
૩૪૪
સમકિત થયા પછી જીવન તરફનું વલણ બદલાઈ જાય છે. પૈસા કમાવા, ભેગા કરવા ઇંટ ચૂનાનાં મકાનો બનાવવાં અને પાછળ મૂકીને જવા એની પાછળ જીવન ફના કરવું એ એક નંબરની બાલિશતા છે. હવે તેને આત્માના આનંદ સિવાય બધી પ્રવૃત્તિ મિથ્યા લાગે છે. એમાંથી રસ જ ઊડી ગયો. રસ વિના એમાં કેવી પ્રવૃત્તિ કરે ? કેટલી પ્રવૃત્તિ કરે ? જ્યાં રસ નહીં ત્યાં તેનું ફળ મળે નહીં. મળે તો અલ્પ મળે, નહિવત્ મળે. સંસારની પ્રવૃત્તિમાંથી રસ ઊઠ્યો એટલે ઔચિત્યથી, ફરજની રુએ બધી પ્રવૃત્તિ અળગા રહીને કરવાથી કર્મબંધ પણ નહિવત્ થાય છે.
પહેલી બે દૃષ્ટિમાં વીર્ય, બોધ અલ્પ હોવા છતાં સજ્જનતા હોવાથી યોગનો સ્વીકાર કરે છે. અહીં ઓઘદૃષ્ટિ નીકળી જવાથી અંધકાર ઓછો થયો છે. પણ આત્મા અહીં સ્વતઃ ઉત્સાહથી પ્રવર્તતો નથી. પ્રેરણા મળે તો અનુષ્ઠાન કરે માટે દ્રવ્ય અનુષ્ઠાન છે.
ત્રીજી દૃષ્ટિમાં બોધ પ્રબળ બને છે. ત્યાં ઠીકઠીક સંસ્કારો પડે છે તેથી પ્રીતિ આવે છે પણ કષાયનો ઝપાટો આવે તો પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે.
ચોથી દૃષ્ટિમાં અનુષ્ઠાનમાં ઠર્યો છે કષાયો ઉપસ્થિત થતા નથી. પણ હજી ગ્રન્થી ભેદાઈ નથી માટે વીર્ય જે રીતે પ્રવર્તવું જોઈએ તે રીતે પ્રવર્તતું નથી. સમ્યક્ત્વી જ પરમાત્માને ઓળખી શકે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં આત્મા પશુ છે. પછી ભલે ઓઘો હાથમાં હોય તો પણ, અંદરનું હાડપિંજર સંશાધીન હોવાથી પશુતાને વરેલું હોય છે. આપણે પણ આજ સુધી આ જ સંજ્ઞાની વેઠ મજૂરી કરી છે. આત્માની ગુણવિકાસની પ્રક્રિયા સંબંધી આમાં કોઈ પરાક્રમ કર્યું નથી એવું સમજાય છે. આ પચાસ વર્ષને શણગારવા જતાં ભાવિ અનંતકાળને બગાડી રહ્યા છો.
સંસારને શણગારવો તે પુણ્યનું કામ છે.
સંસારને કદરૂપો બનાવવો તે પાપનું કામ છે.
આ બંને છોડીને હવે આત્મામાં ઠરવાનો અવસર ઝડપી લેવા જેવો છે.
[]
ઘણું આપવાની તાકાત કદાચ કર્મસત્તા પાસે છે, પણ બધું જ આપવાની તાકાત ધર્મસત્તા સિવાય કોઈની પાસે જ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org