________________
૨૭૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એકલા જ્ઞાનથી જીવી શકે તેમ નથી. જગતમાં જે પદાર્થો પડ્યા છે તેનો જીવન જીવવા માટે ઓછા-વધતા અંશે ખપ પડે છે. ખપ પડે છે માટે જ્ઞાન ત્યાં જાય છે. અને જઈને ચોટે છે. એ જ્ઞાનની મલિનતા, અપૂર્ણતા, ચિતરામણ એ જ સંસાર છે જ્ઞાનની નિર્મળતા, પૂર્ણતા, સ્વચ્છતા, નિઃશંકતા - આ છે કેવળજ્ઞાન. સૌ પ્રથમ જ્ઞાન નિર્મળ બને છે. નિર્મળ બનેલું જ્ઞાન મોહનીયકર્મના બંધ, ઉદય, ઉદીરણા, સત્તાથી રહિત હોઈ સ્વચ્છ હોય છે અને માટે જ પૂર્ણ બને છે અને પૂર્ણતા એ નિઃશંકતાને લાવનાર છે.
સૌ પ્રથમ જ્ઞાનમાંથી મલિનતા જ કાઢવાની છે. કષાયો જ્ઞાનને મલિન કરે છે. ક્રોધ - માન વગેરે જ્ઞાનની મલિનતા છે. આ જ દુ:ખ છે. આપણે જ્ઞાનમાં ભળી ગયેલા મોહના વિકારોને સમ્યજ્ઞાનના આલંબને દૂર કરીને જ્ઞાનદશા પ્રાપ્ત કરવાની છે. અને આ જ્ઞાનદશા જેમ જેમ વધે તેમ આનંદવેદન વધે છે. આ જ ચારિત્ર છે. રાગાદિ વિકલ્પો જ્ઞાનમાંથી ઓછા થતાં, બંધ થતાં કર્મબંધ અલ્પ થાય છે, અટકી જાય છે. નિશ્ચયનયથી આ ચારિત્ર છે. અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભેદ પરિણામ પ્રાપ્ત થાય છે. આ જ વાત ઉપાધ્યાયજી મ. ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવે છે કે,
જે જે અંશે રે નિરપાધિકપણું તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી રે, જાવ લહે શિવશર્મ” આ નિરુપાધિકતા લાવવા માટે પ્રવ્રજ્યામાં અતાત્ત્વિક ધર્મસંન્યાસ હોય છે. સાવદ્ય પ્રવૃત્તિલક્ષણ ધર્મનો ત્યાગ હોય છે. શુકલધ્યાનમાં, ક્ષપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ આવે છે. એના દ્વારા આત્માની અશુદ્ધિ દૂર થતાં આત્મા નિરાવરણ બને છે.
લાયોપથમિક ધર્મના ત્યાગમાં ઉપયોગનું શુદ્ધિકરણ થતું હોય છે. કર્મની જડને, કર્મના મૂળને સાફ કરવાનું કામ અહીં થાય છે અને વીતરાગતા અને કેવળજ્ઞાન એ તાત્ત્વિક ધર્મસંન્યાસનું ફળ છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા ઉપયોગને શુદ્ધ કરે છે. ઉપયોગની શુદ્ધિથી નિરાવરણતા થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. ઉપયોગની મલિનતા દૂર થવાથી, કષાયોની કાલિમા અસ્ત થવાથી જ્ઞાનમાં આનંદવેદનની શરૂઆત થાય છે. ઉપયોગ ચૈતન્યસ્વરૂપ છે ચૈતન્ય = ચેતકતા = ચેતવું = જાણવું આ બધા ચૈતન્યપર્યાયો છે. વળી આત્મામાં વેદકતા છે. તેમાં વેદવાનું છે. આત્મા સ્વ-પરને જાણે છે, સ્વને વેદ છે ચિત્ = જ્ઞાન = ચૈતન્ય = અદ્વૈત = આત્માનું સ્વરૂપ.
ચિત્તમાં સંસારી જીવ આવે છે ચિત્ત = મન = દ્વત છે. ચિત્ત છે તો ઉપાધિ છે. એમાંથી એક “ત” નીકળી જાય તો કેવી શાંતિ થઈ જાય ! ચિત્તમાંથી ચિતુ કરવાનું છે એ સાધના છે.
વીતરાગતા એ ઉપયોગની સ્વચ્છતા છે. પરમાત્મા સર્વજ્ઞ છે એને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org