________________
૧૯૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હતી, સ્વરૂપનું લક્ષ્ય હતું, દોષનો એકરાર હતો, દોષને કાઢવાની તમન્ના હતી, ખાનદાની હતી, દોષનો બચાવ ન હતો. માટે જ ઠપકો આપનારને કેવળજ્ઞાન પછી થાય છે પણ ઠપકો સ્વીકારનારને કેવળજ્ઞાન પહેલાં થાય છે. અહીં મોનોપોલી-ઇજારો કોઈનો નથી. જે કિંમત ચૂકવે તે મેળવે.
કેવળજ્ઞાની શિષ્ય પણ ગુરુ જાણે નહીં ત્યાં સુધી પૂર્વવતુ જ બધું કરે. જૈનશાસનની કેવી અદ્દભૂત પ્રણાલિકા છે. પોતાના શિષ્યને જ્યારે ગુરુ આચાર્ય પદે સ્થાપે ત્યારે તેને પોતાના આસન ઉપર બેસાડે અને ગુરુ શ્રી સંઘ સમક્ષ સૌથી પહેલું એને વંદન કરે, શા માટે ? વંદન દ્વારા જગતને સમજાવે છે કે આ આચાર્ય ભગવંત તમારા દરેક માટે વંદનીય બને છે. મારી આજ્ઞાની જેમ એમની આજ્ઞા પણ તમારે પાળવાની છે. આમાં પદનું ગૌરવ છે. બન્ને મહાન છે. જે વંદન લે છે તે સમજે છે કે આ વંદન મને નથી, પણ આ વંદન આચાર્ય પદને છે, તો મારે આ પદને વફાદાર રહેવાનું છે.
તમને સંપત્તિ, સત્તા, શક્તિ આવ્યા પછી મા-બાપથી દૂર રહેવાનો વિચાર આવે છે ? સંપત્તિ, સત્તા, શક્તિ આવ્યા પછી નમ્ર બનવાનું હોય કે અક્કડ રહેવાનું હોય ! જે ગુરુકુલવાસમાં વર્તે છે, જે ચારિત્રના પરિણામમાં વર્તે છે તેને ગુરકલવાસ છોડવાનો વિચાર સુધ્ધાં ન આવી શકે.
શ્રાવકપણાનો વ્યવહાર પણ હોય અને મા-બાપને છોડવાનો વિચાર આવે એ બેઘાઘંટું બને છે. કદાચ મા-બાપને છોડવાનો વિચાર આવે અને છોડી દો છો, તો તમે ધર્મી નથી, કદાચ છોડી દો, તો તમે વારંવાર શાતા પૂછવા જાવ છો ? વારંવાર ખબરઅંતર લેવા જાવ છો ? વારંવાર તેમની સંભાળ રાખો છો ? આ હોય તો ય હજી તમે લાયક છો. અને એ પણ ન હોય તો તમારામાં માનવતા પણ નથી. તમે નિષ્ઠુર છો.
नादसणिस्स नाणं, नाणेण विणा ण हुँति चरण गुणाः ।
अगुणीस्स नत्थि मोक्खो, नथि अमुक्खस्स निव्वाणं॥ સમ્યગુ દર્શન ગુણ પ્રાપ્ત કર્યા વગર સમ્યગ જ્ઞાન હોતું નથી, સમ્યગુ જ્ઞાન વગર સમ્યફ ચારિત્ર તેમ જ સમ્યફ તપ ગુણ પ્રાપ્ત કરી શકાતો નથી. સમ્યફ – તપ ગુણને પ્રાપ્ત કર્યા વગર – પૂર્વ સંચિત કર્મોની નિર્જરા (ક્ષય) કરી શકાય નહિ, અને સર્વ કર્મોનો ક્ષય કર્યા સિવાય મુક્તિના શાશ્વત સુખને આપનાર નિર્વાણપદ પ્રાપ્ત કરી શકાતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org