________________
શાસ્ત્રયોગ
૧૫૫
ધર્મનો ઉપદેશ ઉપશમભાવ પ્રધાન છે. ધર્મ મતભેદ ન કરાવે કદાચ મતભેદ થાય તો ત્યાંથી અટકે છે, મનોભેદ ન થવા દે. અને તેનભેદ તો થાય જ નહીં. આ ધર્મ છે.
નો લવસમક્ તસ સ્થિ મા{/ET – જે ઉપશમે છે, તે આરાધક છે. નો ૧ ૩વસમક્ તમ્સ નલ્થિ સારહિUT જે ઉપશમતો નથી તેનામાં આરાધના
નથી.
ધનના બે પ્રકાર : (૧) અર્થ-પૈસા (૨) સંસ્કારધન.
માટીના ધનથી, તેના દુરુપયોગથી જીવ સંસારમાં રખડે છે, સંસ્કાર ધનથી આત્મિક ગુણો મળે છે અને સાધક ઘાતકર્મનો ક્ષય કરી મોક્ષ મેળવે છે. જીવે ભૌતિક સામગ્રીનું આકર્ષણ, ભૌતિક સામગ્રીની રુચિ, ભૌતિક સામગ્રીની વેશ્યા, ભૌતિક સામગ્રીનો ભોગવટો અનાદિકાળથી કર્યો છે અને તેથી જ સંસારમાં રખડ્યો છે.
એક બાજુ જડ સામગ્રી છે, બીજી બાજુ આધ્યાત્મિક સામગ્રી છે. આ બેનો ભોગવટો સાથે થઈ શકતો નથી. કાં તો ભૌતિક છોડો, કાં તો આધ્યાત્મિક છોડો. આધ્યાત્મિક ગુણોનો ભોગવટો કરતાં કરતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જડને ભોગવો અને સંસારમાં રખડો.
આત્મગુણોને ભોગવો અને સદ્ગતિ પામી મોક્ષમાં જાવ, વહેલો વહેલો મોક્ષ જોઈએ તો જડ સામગ્રીને દેશવટો આપો. જડ અને ચૈતન્ય બંનેનો ભોગવટો સાથે થઈ શકતો નથી, જડ સામગ્રીથી મળતા ભોગોને આસક્તિથી ભોગવતાં સંસારમાં રખડવું પડે છે. તે મોક્ષમાં પ્રતિબંધક બને છે, જીવને હેરાન – પરેશાન કરે છે.
જિનેશ્વરો એ અપ્રમત્ત જીવન જીવનારા શાસ્ત્રયોગી છે. જિનકલ્પીઓ પણ વિશિષ્ટ પ્રકારના મહાત્માઓ છે.
રામ કાકંદીને ધન્નાએ ચારિત્ર લીધા પછી રાતદિવસ કર્મ ખપાવવા માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો. ૯ મહિનાના નિરતિચાર સંયમજીવન પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. મનુષ્યભવ પામીને શાસ્ત્રયોગ મુજબ ચારિત્રજીવન પસાર કર્યું. શાસ્ત્રોએ જે ઉત્સર્ગ માર્ગ બતાડ્યો છે તે આખી જિંદગીમાં નિરપવાદપણે પાળ્યો અને આત્માનું કલ્યાણ કર્યું. તીર્થંકર પરમાત્મા ચારિત્ર લીધા પછી આઠ પ્રહરમાંથી સાત - સાત પ્રહર સાધનામાં ખડા પગે રહે છે. જાણે થાંભલો, જાણે ભીંત છે. કાયાથી સ્તંભની જેમ સ્થિર થયા છે. અને વચનથી મૌન થઈ ગયા. બહારથી ઉપદ્રવ આવે, તેને સહન કરે છે. અંદરથી સારા - ખોટાનો એક પણ વિકલ્પ નથી. શરીર ઉપર મચ્છર, માખી બેઠેલાં હોય તેને ઉડાડવાનો વિચાર એ પણ વિકલ્પ છે, મનોયોગનો અતિચાર છે. કાયાની સુખશીલતાને કદી પોષવાની નહિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org