________________
૧૫૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કોણ આવ્યું, કોણ ગયું ? તે જોવા આંખો ફેરવવાની નહિ, કોઈ ઉત્સુકતા નથી તે જોવા કોઈ આતુરતા નહી, ઈચ્છા નહિ. આવા ચારિત્રપાલન પછી આત્માને મોક્ષ નિકટ આવે છે. જે નિરંતર વિષય, કષાયના સુખને અનુભવે છે, તેનો મોક્ષ દૂર દૂર છે.
શાસ્ત્રયોગી જે અનુષ્ઠાન કરે, તેમાં લીન બનો, તેમાં તન્મય બનો, તેમાં જ ઉપયોગ રાખો તો તેની પ્રત્યેક ક્રિયા વિપુલ નિર્જરાનું કારણ બને છે. સંવર - નિર્જરા એના જીવનમાં પ્રધાનપણે હોય છે. અહીં વિકલ્પ જ બંધ છે. અશુભ વિકલ્પો તો ન જ આવે.
બાલ જીવો માટે શુભભાવો, શુભ વિકલ્પો, શુભ પ્રવૃત્તિ ઉપાદેય છે.
જીવ જ્યારે સ્વરૂપના આલંબને આગળ વધે છે અને શુભ ભાવો, શુભ વિકલ્પોને છોડતાં જે અંતર્લીનતા આવે છે. તેનું વર્ણન કરવા દેવો પણ અસમર્થ છે.
પાણીથી આ જગતમાં જે કાર્યો થાય છે તેનાથી અનેકગણાં કાર્યો, પાણીની બનેલી વરાળથી થઈ શકે છે. અહીં સાધકે ઈર્ષ્યા, અહંકાર, આસક્તિ, દેહભાવ બધું કચડી નાંખ્યું છે. જીવનભર પ્રમાદ કર્યો નથી. ગૌતમસ્વામી નિરંતર છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરી રહ્યા છે. કાકંદી ધન્ના મુનિ પણ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકની સ્પર્શના કરી રહ્યા છે. રાગ દ્વેષની પરિણતિ જેટલી તીવ્ર હોય તેટલા નીચી કક્ષાના અધ્યવસાયો હોય છે. શાસ્ત્રયોગી પોતાની કાયાને પણ ભૂલી જતાં હોય છે. હું દેહ છું એવું ભાન પણ નથી. દેહાધ્યાસથી જે પર હોય તેને કુટુંબ યાદ આવે ?
જો બીજાના દેહને જોઈને આકર્ષણ થતું હોય તો લખી રાખજો કે તમને પોતાના દેહ ઉપર રાગ છે. જેનો વૈરાગ્ય જ્વલંત છે, જેણે કાયાનો રાગ તોડી નાંખ્યો છે, તેની માનસિક ભૂમિકાની વાત છે. આ શ્રદ્ધા કહેવાની નથી, બોલવાની નથી આ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે, સંવેદનાત્મક શ્રદ્ધા છે.
શાસ્ત્રયોગમાં જવું છે તો પ્રબળ ગુણવિકાસ અને શુભભાવના વિકાસ અર્થે જોરદાર આચારધર્મનું પાલન જોઈએ. એ લક્ષ્યથી, આચાર ધર્મની ઈચ્છાપૂર્વક, આચારધર્મ સધાય એ સાચો ઇચ્છાયોગ. એમાં વૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. એ વૃદ્ધિ શી ? આ જ કે અધિકાધિક ગુણવિકાસ અને ભાવવિકાસની ઈચ્છા બની રહે અને એ વિકાસ કરનારા આચારધર્મના ધર્મયોગ સધાતા રહે. .
એટલે કેટલાક જે કહે છે, “અમે બનતો ધર્મ કરીએ છીએ, હવે વર્તમાન સંયોગ અને શક્તિમાં વધારે શું બની શકે ?' આ બચાવ ખોટો છે. કેમકે એના એ જ સેવાતા આચાર ધર્મ અને ક્રિયાધર્મ દ્વારા વધારે આ બની શકે કે ગુણવિકાસ અને ભાવવિકાસ કરતા રહેવાય. ક્ષમાદિ ધર્મની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org