________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
ગયો, ખેંચાણ, આસક્તિ, એ રાગ છે. અંદરનો આનંદ એ રતિ છે. અંદરથી આત્મા ઠરે, એ રતિ છે.
એનાથી ચિત્તવૃત્તિ ઘેરાયેલી છે એ જ સંસાર છે. સંસાર રાગ-રતિથી ચાલે છે. સંસાર ઠેષ - અરતિથી ચાલે છે. એને ઘટાડીએ તો ધર્મ આવે. અંતરાયનો ક્ષયોપશમ કરો.(૧) મજૂરીથી અંતરાયનો ક્ષયોપશમ થાય છે. (૨) અને પરમાત્માની ભક્તિથી પણ અંતરાયનો ક્ષયોપશમ થાય છે. પારમાર્થિક અંતરાયનો ક્ષયોપશમ પરમાત્માની ભક્તિથી થાય છે.
મોક્ષ પામવા માટે પરમ સુખીની સેવા કરો. કાં પરમ દુઃખીની સેવા કરો. પરમ સુખીની સેવા = ૮ કલાક પરમાત્માની સેવા કરો. પરમ દુ:ખીની સેવા = ૮ કલાક પરમદુઃખીની સેવા કરો = દાન કરો. ચતુર્ગતિક પરિભ્રમણ એ બાહ્યસંસાર છે. ભાવસંસાર અંદરમાં છે. વિકારી પરિણતિ, વિકારી ચિત્તવૃત્તિ એ ભાવસંસાર છે.
જ્યાં સંસાર છે ત્યાં જ મોક્ષ છે. ઉપર મોક્ષ પછી છે. ઉપર મોક્ષ એ તો સ્થાન છે.
સંસાર જો અહીં (હૃદયમાં-મનમાં) છે તો મોક્ષ પણ અહીં જ (હૃદયમાં) પ્રાપ્ત થાય છે. જ્યાં બંધન છે ત્યાં જ મુક્તિ સંભવી શકે. અહીં જેને થાંભલા સાથે બાંધ્યા છે તેને બહાર જઈને છોડો તો છૂટે ? ના. એમ રાગ-દ્વેષનું બંધન અંદરમાં છે, મતિજ્ઞાનનાં ઉપયોગમાં છે. તો મતિજ્ઞાનના ઉપયોગમાંથી રાગાદિ વિકલ્પોને દૂર કરવાના છે. અશુભ વિકલ્પો દૂર કરીને શુભ વિકલ્પો કરવાના છે. અને અંતે શુભવિકલ્પો પણ દૂર કરી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાની છે. મતિજ્ઞાનમાંથી વિકારો અને અજ્ઞાન દૂર થતાં મતિજ્ઞાન જ કેવળજ્ઞાન બને છે. ઘાતકર્મના ક્ષયે જીવ કેવલી બને છે. ઘાતકર્મથી રહિત બનેલા કેવલીઓ કાલક્રમે અઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા ઉપર પહોંચે છે. કર્મ રહિત થતાં સિદ્ધશિલાએ – લોકાંતે જાય છે. એટલે જીવનો જ મોક્ષ થાય છે. અને મોક્ષ ઉપર ક્ષેત્રમાં બતાવવો તે દ્રવ્યનો ક્ષેત્રમાં ઉપચાર છે.
એક બાજુ અશુભ કર્મનું બળ છે સામે શુભ કર્મ છે.
અશુભ સંસ્કાર વધુ છે. સામે શુભ સંસ્કાર ઓછા છે. અનંતકાળથી અનંત સંસ્કારો અંદરમાં પડેલા છે.
નિગોદમાં અનંતકાળ પસાર કરી શકાય છે.
વિકલૈંદ્રિયમાં સતત સંખ્યાતા હજાર વર્ષ રહી શકાય છે. જ્યારે પંચેન્દ્રિયપણામાં સતત એક હજાર સાગરોપમ અર્થાત્ અસંખ્યકાળ પસાર કરી શકાય છે.
અનંતકાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત, અર્ધ પુદ્.પરામાં પણ અનંતકાળચક્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org