________________
પ્રણિધાનાદિ પાંચ આશયો
૩પપ
ક્ષાયિક ભાવમાં જવા માટે આ બધું કરવાનું છે. સ્વાર્થવૃત્તિના બદલે પરાર્થવૃત્તિના સંસ્કારો પાડવાના છે. ઘણા વખત લીધું છે હવે લેવાના બદલે આપવાના સંસ્કારો પાડવાના છે. આત્માને કેન્દ્ર સ્થાને રાખીને કોઈ પણ ક્રિયા કરતાં તે વખતે તન્મયતા, આદર, બહુમાન, પ્રગટે છે અને તે અધ્યાત્મ બને છે. આત્મા ઉપરથી મોહનો અધિકાર ઊઠ્યો હોય ત્યારે અધ્યાત્મ પ્રાપ્ત થાય છે અને જ્યારે ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા પામે છે. ત્યારે મોહને ઊઠવાનું કામ શરૂ થાય છે, અધ્યાત્મની શરૂઆત થાય છે. તે પહેલાં જીવ ઉપર કર્મનો અધિકાર હોય છે. આત્મા ઉપર કર્મનું બળ હોય છે. આત્મામાં કર્મને સ્થાન આપનાર, ઉત્તેજન અને સત્તા આપનાર આત્મા પોતે છે એ સંદર્ભમાં આત્મા બળવાન છે, કર્મ બળવાન છે એ વાત ભૂલવી પડશે. આત્મા બળવાન છે એ વાત શીખવી પડશે. અચરમાવર્તમાં કર્મ બળવાન છે. ચરમાવર્તમાં આત્મા બળવાન છે.
“કર્મ બળવાન છે' એવી માન્યતા જ ખતરનાક છે. એ માન્યતાથી આત્મા પુરુષાર્થથી પાછો ફરે છે. જ્યાં સુધી કર્મ બળવાન છે એવું જ લાગશે ત્યાં સુધી આત્મા આગળ નહીં વધી શકે. વાસ્તવિકતામાં કર્મ જડ છે, કર્મ આંધળા ભીંત જેવાં છે અને આત્મા દેખતો છે. હમેશાં આંધળા કરતાં દેખતાં જ સમર્થ હોય છે પણ આત્મા દેખતો હોવા છતાં આંધળા જેવો બન્યો છે તેથી કર્મની બધી અસરને આત્મા ઝીલે છે. આત્માને પોતાની શક્તિનો ખ્યાલ નથી માટે જ કર્મની બધી અસર ઝીલે છે ચરમાવર્તિમાં આત્મા બળવાન બને છે. અને પ્રણિધાનને પામી શકે છે.
પ્રણિધાન = દઢ સંકલ્પ, તે તે ક્રિયામાં અવિચલિત અવસ્થા એટલે જે જે ક્રિયાઓ કરે તે વખતે આ ક્રિયા કરતાં ગમે તે થાય તો પણ દઢપણે વળગીને રહું, એમાં જ મનને રાખું, એમાં જ ઉપયોગને રાખું. આવો દેઢ પરિણામ તે પ્રણિધાન. મનને વિચિલત ન જ થવા દે એવી રીતે તે તે ક્રિયામાં મનનું સ્થાપવું તે પ્રણિધાન છે. આ ક્રિયા કરવાની છે. આને છોડીને બીજું આજુબાજુનું કશું જ કરવાનું નથી. આમાં જ ઉપયોગને રાખવાનો છે. એનાથી બહાર જવાનું નથી. આવું દેઢ સંકલ્પબળ તે પ્રણિધાન છે. સંસારમાં રહેલા જીવોને સંસારનું પ્રણિધાન સહજપણે હોય છે. સંસારી પણ દઢ સંકલ્પ કરે, “કે મરી જઈશ, પણ પૈસા લઈને જ પાછો જઈશ. પૈસા લીધા વિના નહીં જ જાઉં !! આ પણ પ્રણિધાન છે પણ અસત્ પ્રણિધાન છે. જ્ઞાની સમ્યગુ પ્રણિધાન કરવાનું કહે છે. તે માટે ત્રણ ગુણો કેળવવા જોઈએ.
(૧) સમ્યગપ્રણિધાનમાં હનગુણી પ્રત્યે દ્વેષનો અભાવ હોય છે, Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org