________________
કર્મબંધના પ્રકાર
૧૯૯
પ્રતિપક્ષ ત્યાગ અને તપની ભાવના ઊભી થાય, ગ્રહણની પ્રતિપક્ષ દાનની ભાવના ઊભી થાય, કોઈની સેવા કરવામાં જાતને નિચોવી નાંખે, અથવા અહંકારને તોડવાથી આ કર્મો તૂટે છે. રાગની લીનતા જો પરમાત્માભક્તિની લીનતામાં સંક્રમિત થાય તો આ કર્મો તૂટી શકે છે. ભોગશક્તિનો વિશ્વાસ ઉખડી તારકશક્તિમાં વિશ્વાસ પેદા કરવાથી કર્મો ઉખડી જાય છે. સાધુની સેવા, વૈયાવચ્ચથી પણ પ્રતિક્રિયા સફળ બને છે. કડાણંકમ્માણ મોકખોનત્યિ' કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય છૂટકો નથી પણ આ કર્મો બે રીતે ભોગવાય છે. (૧) રસોદયથી એટલે જેવા પ્રકારે બાંધ્યા હતા તેવા પ્રકારે (૨) પ્રદેશોદયથી એટલે સ્થિતિ અને રસની અપવર્તન કરવા વડે દલિકોનું વેદન અન્ય, અલ્પ રૂપે કરવું તે “નવમેવ મોવતવ્ય કૃતં * ગુમાશુમમ્' એ વાત પ્રદેશોદય માટે સમજવી પણ રસોદયથી જ બધાં કર્મો ભોગવવાં પડે છે એવું નથી. અને જો એવું હોય તો તો મોક્ષ દુષ્કર અથવા અસંભવ બની જાત. પણ પ્રભુએ ઉપશમનાકરણ દ્વારા સાધના બતાવીને મહાન ઉપકાર કર્યો છે. મોક્ષમાર્ગ બતાવ્યો છે. અપવર્તનાકરણ વડે સત્તાગત દલિતોના સ્થિતિ અને રસ ઓછા કરીને દલિકો ઉદયમાં આવે તો તે મંદસત્ત્વવાળા બની ગયેલા હોવાથી આત્મા માટે વિકાસની તક ઊભી રહે છે. બાંધેલાં કર્મોને ઉદયમાં આવતાં પહેલાં તેમાં ઘણો ફેરફાર થઈ શકે છે. બાંધેલાં કર્મોના રસની અત્યંત હાનિ થઈ જતાં માત્ર તે પ્રદેશોદય રૂપે ભોગવાઈને ખલાસ થાય છે. તેનો વિપાક બતાવવા તે અસમર્થ બને છે.
સંસાર વિપાકોદયથી ચાલે છે, પ્રદેશોદયથી નથી ચાલતો. રાગથી રાચીમાચીને બાંધેલાં કર્મોને અને દ્વેષથી નફરત ઊભી કરીને બાંધેલાં કર્મોને ખપાવવા માટે વિરુદ્ધ ક્રિયા-પ્રતિક્રિયા કરવી પડશે.
દા.ત. કોઈ વ્યક્તિનો તમે જાહેરમાં તિરસ્કાર કર્યો, અપમાન કરીને તેને બધાની સામે હલકો ચીતર્યો, આ વૈષમોહનીયના રસોદયથી બંધાયેલું કર્મ કેવી રીતે ખપે ?
તમે જેટલી તીવ્રતા, જેટલા રસથી અપમાન કર્યું છે. તેટલી જોરદાર પશ્ચાત્તાપની લાગણીને અનુભવો અને એને ખપાવવા માટે કટીબદ્ધ થાવ. તે પણ ખૂણામાં માફી માંગી આવો એ ન ચાલે. પણ બધાની વચ્ચે પાછા પચાસ – સો માણસો ભેગા થયા હોય ત્યારે સહૃદયતાથી, મૃદુતાથી, નમ્રતાથી ભાવિત થઈને માફી માંગી અને એવા શબ્દો બોલો કે એના હૃદયમાં જે તડ પડી હોય તે આ શબ્દોના મલમથી સંધાઈ જાય. તો આ કર્મ ખપી શકે, મંદ થઈ શકે.
(૪) નિકાચિત કર્મના બે પ્રકાર છે. (૧) અલ્પનિકાચિત (૨) ગાઢ નિકાચિત. અલ્પનિકાચિતમાં પુરુષાર્થ ચાલી શકે. જોકે તેમાં ઘણો પુરુષાર્થ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org