________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
સંસાર ભંગાવે તેનું નામ ગુરુ.
આખો ય સંસાર દ્વૈત છે, જેને જે સાધન યોગ્ય લાગે તે રીતે આગળ વધવા દો...સામાચારીની ટીકા-ટિપ્પણ કરવાનો કોઈને હક્ક જ નથી. બધા જ કાચના ઘરમાં રહીએ છીએ. તમે મારા કાચના ઘર પર પથરો ફેંકશો તો હું સજ્જન હોઉં તો પથરો સામે નહીં ફેંકું પણ બીજો તમારા કાચના ઘર પર જરૂર પથરો ફેંકશે. સમજાય છે ! સામાચારીના ઝઘડા હોય જ નહીં. હિંસા-અહિંસા, ચોરી-અચોરી વગેરેમાં ગીતાર્થ હિંસાથી આગળ વધી શકાતું હોય તો, તે કરી શકે છે. પણ ઉત્સર્ગ માર્ગે અહિંસા, સત્યને જ માર્ગ કહેવાય. ગીતાર્થ કોણ ? જેની શાસ્ત્રથી પરિકર્મિત મતિ=બુદ્ધિ હોય. હૃદયમાં શાસનનું હિત જ હોય, નજરમાં દેશ-કાળ હોય. દ્રવ્ય ક્ષેત્ર ભાવનાં જાણકાર હોય, સંવિગ્નતા પણ સાથે સાથે ખૂબ જ જરૂરી છે. સંવિગ્ન અને ગીતાર્થ, આ બેથી શાસન ચાલે છે. તેના અભાવમાં શાસનને ઘણું નુકશાન છે. કહ્યું છે કે, “જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યે પરિવરિયો,તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિનિશ્ચય દરિયો....’
કાલ
-
જો હૃદયમાં સંવિગ્નતા ન હોય તો સ્વનું હિત સાધી શકાય નહિ સંવિગ્ન ગીતાર્થ સ્વપર ઉભયનું હિત સાધી શકે છે. સંવિગ્નતા મોહનીયના ક્ષયોપશમનું સૂચક છે, ગીતાર્થતા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું સૂચક છે. ભાવમોક્ષ હૃદયમાં છે. દ્રવ્યમોક્ષ ઉપર છે. પહેલાં મોક્ષ ક્યાં છે ? ઘાતી કર્મના નાશે કેવળજ્ઞાન થાય તે ભાવમોક્ષ છે.
-
આત્મારૂપી સિંહ શરીરના પાંજરામાંથી બહાર નીકળ્યો તે દ્રવ્યમોક્ષ છે. સિંહ મોહના બંધનમાંથી છૂટયો તે જ ભાવમોક્ષ છે,
ઘાતી કર્મનો નાશ પુરુષાર્થથી છે. અઘાતી કર્મનો નાશ ભવિતવ્યતાથી છે. તો પછી, અઘાતીની પુણ્યપ્રકૃતિથી મળતી ચીજ મેળવવા બજારમાં ભટકવાની જરૂર છે ? તેની પાછળ પડેલા આત્માઓ જિનવાણી સાંભળવાનું ચૂકે છે. જિનવાણી સાંભળવી તમને ગમે ? દેવગુરુ કરતાં પૈસાને અધિક માને તે ધર્મી નહિ, અપેક્ષાએ જુઓ તો અવસરે જિનપૂજા છોડાય પણ જિનવાણી ન છોડાય.
દ્વૈતમાં દુ:ખ છે. અદ્વૈતમાં સુખ છે.
આજે આપણું કેવળજ્ઞાન મતિજ્ઞાનમાં પરિણામ પામ્યું છે.
સમુદ્ર ખાબોચિયું બન્યું છે.
ઝ
આ બધાને દેવ ગમે અને ગુરુ નથી ગમતાં
તે દોષિત લાગે છે. પણ ગુરુ સાધક છે સિદ્ધ નથી એ કેમ નથી સમજાતું ? ગુરુને ન ઓળખે તે જૈન શાસનને પામ્યો નથી.
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org