________________
ઈચ્છાયોગનું સ્વરૂપ
૧૧૩
વિધિપૂર્વક ક્રિયા કરે છે, તેમાં વિષય-કષાયની પ્રધાનતા હોવાથી આત્માર્થની (ઉપયોગની) શૂન્યતા હોય છે. તેને તો શાસ્ત્રમાં અપ્રધાન (ભાવના કારણપણાથી શૂન્ય) દ્રવ્યક્રિયાઓ કહી છે.
દિવ-ગુરુની આજ્ઞાપૂર્વકની, શાસ્ત્રપરંપરાની વિધિથી યુક્ત જે ધર્મકરણી કરે છે તેને પણ આત્મશુદ્ધિની ઉપયોગ શૂન્યતાએ કેવળ દ્રક્રિયા કહી છે] એટલે કે તે ક્રિયાને પણ કથંચિત પુણ્યબંધ કરાવનારી કહી છે અને ઉપયોગ શુદ્ધિએ યુક્ત હોય ત્યારે નિર્જરા ફળે કરી સહિત (આત્મગુણ પ્રાપ્ત કરવાવાળી) કહી છે. આ માટે પ.પૂ. શ્રી યશોવિજયજી ઉપા. ૧૨૫ ગાથાના સ્તવનમાં સ્પષ્ટ જણાવેલ છે કે,
“ભાવસ્તવ જેહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ.
દ્રવ્યશબ્દ છે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી.” આમ છતાં લોકમાં સમજુ ગણાતાં માણસો પણ આત્માર્થે શૂન્ય ક્રિયાઓ કરતાં દેખાય છે એ માટે પૂ. દેવચંદ્રજી મ.સા. ચંદ્રાનન જીનના સ્તવનમાં, કહ્યું છે કે
“દ્રવ્ય-ક્રિયા-રુચિ જીવડાં રે, ભાવધર્મ રુચિ હીન,
ઉપદેશક પણ તેહવારે, શું કરે ! જીવ નવીન રે...” . (૪) તહેતુ અનુષ્ઠાન : જેમાં (સાધ્ય) આત્મશુદ્ધિની અપેક્ષા મુખ્યપણે પ્રવર્તતી હોય. સાધ્યશુદ્ધિ હોવા છતાં સાધનભાવ તે સમ્યગદર્શન-સમ્યજ્ઞાનની અપૂર્ણતા, વિકળતા હોવાથી ક્રિયામાં વિકળતા હોય તેને તહેતુ અનુષ્ઠાન એટલે પરંપરાએ આત્મશુદ્ધિ કારક અનુષ્ઠાન જાણવું. અહીં વિધિ-નિષેધ, નય-નિક્ષેપના જ્ઞાનનો, સમતાનો અભાવ પણ હોઈ શકે છે. અને શબ્દાદિનય સાપેક્ષ સમ્યગ્દષ્ટિની દાનાદિ ધર્મકરણી તદ્હેતુ અનુષ્ઠાનરૂપ જાણવી. અહીં જીવને સર્વથા દુ:ખ નથી જોઈતું, અને સર્વથા સુખ જોઈએ છે. અને વળી માને છે કે જો આ પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો મારે મારા જીવનને ધર્મકરણીથી ભરી દેવું જોઈએ. કંદમૂળ કેમ નથી ખાતા ? કંદમૂળમાં જબરજસ્ત હિંસા છે. આવી દેઢ શ્રદ્ધા છે કે હિંસાથી દુઃખ જ મળે, અને મારે દુઃખ તો કોઈ પણ સંયોગોમાં જોઈતું નથી માટે મારે મારા જીવનને ધર્મકરણીથી ભરી દેવું જોઈએ. કંદમૂળ ન જ ખવાય મારાથી. આવી સમજથી તે પ્રતિજ્ઞા લે છે. સામાયિક શા માટે ? સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. કષાય એ મારું સ્વરૂપ નથી.
આવી સમજપૂર્વક સામાયિક કરે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે સમતામાં જવા માટે (સાધ્ય) સામાયિક (સાધન) કરે. આ જીવોનો ધર્મ એ ઇચ્છાયોગમાં આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org