________________
૩૭૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હસ્તિનાપુર આવ્યા. ત્યાં પેલો નમુચી મંત્રી હતો. ભાગીને અહીં આવ્યો અને અહીંયાં પણ મંત્રી સ્થાને હતો. નમુચીએ પોતાની માતાને ભોગવેલી “તે વાત આ સાધુઓ કહી દેશે એ બીકથી નમુચી વિચારે છે કે આ લોકોનો કાંટો કાઢી નાખું. શુદ્ર આત્મા બીજાને પણ શુદ્ર રૂપે જુએ છે. ધર્મબુદ્ધિ બિલકુલ નથી અને કષાયો ભારોભાર પડેલા છે તેથી જ્યાં બન્ને મહાત્મા કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે ત્યાં નમુચિએ પોતાના સેવકો દ્વારા તેમને ઢોરની જેમ માર મરાવ્યો અને આ જોતાં સંભૂતિ મુનિનો આત્મા ક્રોધના રવાડે ચઢ્યો અને ત્યાં જ પોતાને પ્રાપ્ત લબ્ધિનો ઉપયોગ કરી સેવકો ઉપર તેજોલેશ્યા ફેંકી એટલે સેવકો ભાગ્યા પણ આ જોઈને ચિત્રમુનિ સ્તબ્ધ થઈ ગયા.
તેઓ વિચારે છે કે, “અરે ! આ શું ? આટલો જાલિમ કષાય ? પોતાને મળેલી લબ્ધિનો આ દુરુપયોગ ? ક્યાં મહાત્માઓની સમતા અને
ક્યાં આ ક્રોધ ? અહો ! આ સંસારમાં કર્મના ઉદયની આ કેવી પરવશતા ?'' ભૂલ મોટા ભાઈએ કરી છે અને એના નિમિત્તે પોતે વૈરાગ્ય જ્વલંત બનાવી રહ્યા છે. ઉત્તમ આત્માઓની આ જ વિશેષતા છે કે ભૂલ બીજા કરે અને એના બળ ઉપર પોતે ધર્મ પામી જાય.
ચિત્રમુનિ વિચારે છે કે આવી ભૂલ કદાચ મારાથી પણ થઈ જાય તે પહેલાં મારે અણસણ સ્વીકારી લેવું ઉચિત છે. પોતાના અણસણની વાત મોટા ભાઈ સંભૂતિમુનિને કરી એટલે એને લાગ્યું કે મારા માટે પણ આ જ ઉચિત છે એમ વિચારી બંને બાંધવ બેલડીએ હસ્તિનાપુરની બહાર અણસણ સ્વીકાર્યું. કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. ખુદ સનતકુમાર ચક્રવર્તી વંદન માટે આવે છે. પટરાણી વગેરે રસાલા સાથે વંદનાર્થે આવે છે. અસાવધાનીથી વંદન કરતાં સ્ત્રીરત્નના માથાના વાળની લટ અડી ગઈ. ખુબ મુલાયમ સ્પર્શ થવાથી સુખનો અનુભવ થયો. આટલો બધો આનંદ એમાં છે ? ચારિત્રથી ચૂક્યો. બુદ્ધિ ભ્રષ્ટ કરનાર ત્રીજા પ્રકારના કર્મનો ઉદય થયો. આ મિથ્યાત્વ ઉત્કૃષ્ટ વિઘ્નરૂપ બન્યું. એક કર્મ સુખ આપીને રવાના થાય છે. બીજું એક કર્મ દુઃખ આપીને રવાના થાય છે. ત્રીજું એક કર્મ બુદ્ધિ ભ્રષ્ટ કરીને રવાના થાય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંને ભેગાં થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ચારિત્ર મોહનીયના ઉદયે જીવ ચારિત્રથી ચૂકે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયે માર્ગથી ચૂકવાનું બને છે. આ ત્રીજા કર્મના ઉદયથી બહુ સાવચેત રહેજો. આજે આની સાયરન વાગી રહી છે. આજે આ ટી.વી. વીડીયો, ક્લબ, હેલ્થક્લબ, બીજું, ત્રીજું બધું તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરનારી વસ્તુ છે. તમારા ધર્મને ફેઈલ કરી નાંખનાર છે. ચારિત્રનું સુખ અનભવ્યું છે, ચારિત્ર પામેલા હતા છતાં વિષયોની ઝણઝણાટી થઈ. બસ, ચૂક્યો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org