________________
સામર્થ્યયોગ
૨૧૫
મોક્ષપદની પ્રાપ્તિમાં કારણભૂત સમ્યગ્દર્શનાદિ એ સર્વપ્રકારે શાસ્ત્રથી જાણી શકાતા નથી. કારણ કે જો સર્વ પ્રકારે એ કારણ વિશેષો શાસ્ત્રથી જાણી શકાતા હોત તો શ્રોતાને શાસ્ત્રદ્વારા જ સમ્યકત્વ, વિરતિ, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોત. અર્થાત્ શાસ્ત્ર દ્વારા જેનું જેનું સ્વરૂપ જાણત તે તે ચીજ તેને પ્રાપ્ત થઈ ગઈ હોત...
પરંતુ શાસ્ત્ર દ્વારા તે તે વસ્તુનું સ્વરૂપ જાણવા માત્રથી તે તે ચીજની પ્રાપ્તિ થઈ જાય એવું તો અનુભવમાં આવતું નથી. કેમ કે એક એક ગુણઠાણાના અસંખ્ય અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે અને એક એક અધ્યવસાય સ્થાનથી તે પછીના બીજા અધ્યવસાયસ્થાનમાં અનંતગુણવિશુદ્ધિ, અસંખ્યગુણવિશુદ્ધિ, સંખ્યાતગુણવિશુદ્ધિ હોય છે. અર્થાત્ વિવક્ષિત અધ્યવસાયસ્થાનમાં જે વિશુદ્ધિનો પાવર છે. વિશુદ્ધિના અંશ છે તેનાથી તે પછીના અધ્યવસાયસ્થાનમાં વિશુદ્ધિના અંશો અનંતગુણ વધારે હોઈ શકે છે. તો અનંતગુણવિશુદ્ધિ કેવા પ્રકારની છે તેનું વર્ણન શાસ્ત્રો કરી શકતા નથી. એ તો કેવળજ્ઞાનથી જ જાણી શકાય છે.
શંકા-શાસ્ત્રથી જ એ બધા પ્રકારને જાણી શકાય છે એમ માનીએ તો શું વાંધો આવે ?
સમાધાન – વાંધો એજ કે શાસ્ત્રથી જ સિદ્ધપદની પ્રાપ્તિના પ્રકારો જાણી શકાતા જ હોય તો શાસ્ત્રથી જ તેનો સાક્ષાત્કાર થઈ જવાથી ત્યાં જ સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય ! પછી ઉપરના ગુણસ્થાનક માટે કશી સાધના કરવાની રહે નહીં... અર્થાત ૧૪ પૂર્વના જ્ઞાતા પૂર્વધરોને છકે-સાતમે ગુણઠાણે સર્વ પ્રકારો શાસ્ત્રથી જણાતા હોવાથી એમને ત્યાં જ સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય... પછી અપૂર્વકરણ વગેરે આઠમા, નવમા, દશમા વગેરે ગુણસ્થાનકોની સાધના કરવાની રહે જ નહિ.. જ્યારે ખરેખર તો સાધના કરતા કરતા ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે.
सामायिकं यथासर्व, चारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्म सर्व योगेषु तथानुगतमिष्यते ॥
जं जं समयंमि जीवो, आवस्सइ जेण-जेण भावेण । सो तम्मि-तम्मि समये, सुहासुहं बंधए कम्मं ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org