________________
૨૭૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે. ઉપાધિથી છૂટવા માટે ચારિત્ર લેવું પડે. અમુક પ્રકારની ઉપાધિ ચારિત્ર જીવનથી છૂટી જાય છે પણ સંયમમાં પ્રતિકૂળ સંયોગો આવી શકે છે. ત્યાં વ્યાધિ પણ આવી શકે છે ? વ્યાધિ એટલે રોગ થવા માટેનાં મુખ્ય ત્રણ કારણો છે (૧) કર્મનો ઉદય (૨) આહારની વિપરીતતા, અપથ્ય ભોજન વગેરે. (૩) આબોહવાની વિષમતા પ્રદૂષણો વગેરે.
સિદ્ધો અશરીરી હોવાથી વ્યાધિ અને ઉપાધિના ભોગ બનતા નથી. જે ઉપાધિ રાખે છે તેને આધિ અને વ્યાધિ આવે છે. આધિ અને વ્યાધિ ન જોઈતી હોય તો ઉપાધિ છોડો. આધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે. મનના સંક્લેશને ઘટાડો તેમ આધિ સમ થતી જાય, શમતી જાય છે, એટલે અંશે આધિ ઘટે છે તેટલા અંશે સમાધિ આવે છે. સંસારના સંબંધોને ગુંદરની જેમ ચોંટાડી રાખશો તેમ વ્યાધિ, આધિ વધવાની છે. આ સંબંધો ઉપર કાતર મૂકો. વ્યાધિના મૂળમાં ઉપાધિ છે.
મનનું કાર્ય વિચાર છે. વિચારની સમ્ય પ્રવૃત્તિથી સમાધિ આવશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, લાગણી, ઉત્સાહ, ઔસુક્ય, તર્ક – વિતર્ક, ઉહ - અપોહ, સ્મૃતિ વગેરે. આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે આ બધા શુદ્ધાત્માના પર્યાયો નથી. આ બધી કર્મજનિત અવસ્થાઓ છે આ બધા પર્યાયોને સુધારીને, મતિજ્ઞાનને નિર્મળ બનાવીને મોક્ષમાર્ગની સાધના કરવાની છે. આ જૈન દર્શનની ખૂબી છે. જ્યારે અન્ય દર્શનમાં એક એક પર્યાયને પ્રધાન બનાવીને સાધના સ્વીકારેલ છે. મતિજ્ઞાનને સુધારવું એ ધર્મ છે. મતિજ્ઞાનને બગાડવું એ પાપ છે.
મતિજ્ઞાનમાં રાગાદિ પરિણતિ એ બગડેલા મતિજ્ઞાનની સાબિતી છે મતિજ્ઞાનના ઉપયોગમાંથી આ રાગાદિ ભાવો નીકળી જતાં ઉપયોગ વીતરાગ બને છે અને વીતરાગતા અંતર્મુહૂર્તમાં આત્માને કેવળજ્ઞાનની બક્ષિસ આપે છે. સમાધિમાં ચિંતા વગેરે બધું સમી ગયું છે, અટકી ગયું છે. પણ મન ઊભું છે. મનનું કાર્ય ઈચ્છવું, વિચારવું, ચિંતવવું આ બધા મતિજ્ઞાનના પર્યાયો છે એ પર્યાયો નીકળી જતાં આત્માને સમાધિ પ્રાપ્ત થાય છે અને સમાધિ પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. અપૂર્વ અવસરમાં શ્રીમદ્જી -
“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.”
એમાં કેવલજ્ઞાનને અનંતસમાધિ કહી છે. અર્થાત્ જે સમાધિ - સ્થિતિ અવસ્થા પામ્યા પછી જેનો અંત જ આવતો નથી તે અનંત સમાધિ કેવલજ્ઞાન સ્વરૂપ છે. શ્રીમદજીએ અનંત સમાધિ = કેવળજ્ઞાન એવો અર્થ કર્યો છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org