________________
પ્રણિધાનાદિ પાંચ આશયો
૩૫૭
ક્રિયાને ચેતનવંતી બનાવવા ભાવનાથી ભાવિત અવસ્થા જરૂરી
હિનગુણ દ્વેષાભાવ વગેરે ગુણો પણ અહીં જોવા મળે છે. ક્રિયા કરતાં પહેલાં આત્માને તે તે ક્રિયાથી ભાવિત કરવાનો છે. કારણ કે સંસારની ક્રિયાના સંસ્કારો બળવાન છે એટલે તે ધર્મક્રિયાકાળે આવીને આત્માને સાધનાથી ભ્રષ્ટ કરી ન જાય તે માટે દઢ સંકલ્પબળથી ક્રિયાને ઉચિત ભાવનાથી વાસિત કરી આત્માને તે ક્રિયા માટે ઉત્સાહી બનાવવો જોઈએ. દા.ત. પ્રતિક્રમણ કરતાં પહેલાં દિવસનાં જે જે પાપો થયાં તેના ઉપર ધિક્કાર, તિરસ્કાર પ્રાયશ્ચિત્ત, નિંદા, ગહના ભાવો કરવા જોઈએ. સૂત્રો બોલતાં પહેલાં આત્માની તેને અનુકૂળ ભૂમિકા બનાવી લેવાથી કામ બહુ સરળ થઈ જશે. દા.ત. ઈચ્છામિ ઠામિ કાઉસગ્નમ્ જો મે દેવસિઓ.. સૂત્રથી આખા દિવસમાં જે પાપ થયાં છે તેની માફી માગવાની છે. આપણે કેદી છીએ, ગુન્હેગાર છીએ. શ્રી વીતરાગ પરમાત્મા ન્યાયાધીશ છે. આપણે આરોપીના પાંજરામાં નત મસ્તકે ઊભા છીએ. માનસપટ ઉપર દરેક પાપોની ઉપસ્થિતિ કરીને તેમની પ્રત્યે થઈ ગયેલા અપરાધોની માફી માગવા માટે તૈયાર થયા છીએ. દિવસનાં પાપોની યાદી સાથે માફી માગવાની છે. આલોચના કરી પશ્ચાત્તાપ કરવાનો છે. દોષનો એકરાર કરશો તો જ અધ્યાત્મમાં આગળ વધાશે. પરમાત્માની સાથે મુલાકાત કરવી હોય તો દોષની કબૂલાત કરવી જ પડશે. કબૂલાત વગર મુકાલાત નહીં.
વાંદણા સૂત્ર બોલતાં આંખો સામે ગુરુની મુદ્રા ઊભી થઈ જાય. ગુરુની સ્થાપના ઓઘામાં કરી, “અહો કાય' બોલતા ગુરુના ચરણને નમસ્કાર કરતાં હો તેમને સુખશાતા પૂછતા હો, તમારા અપરાધ ખમાવતાં હો તેવો ભાવ કરવાનો છે. મિચ્છામિદુક્કડમ્ દીધા પછી તે પાપ તે રસ અને તેટલી ઝડપથી ન થવું જોઈએ. ૩૫૦ ગાથાના સ્તવનમાં કહ્યું છે કે,
“મિચ્છામિ દુક્કડં દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે. આવશ્યક સાખે તે પરગટ, માયા મોસને સેવે રે.” મૂળપદે પ્રતિક્રમણ ભાખ્યું, પાપતણું અણ કરવું રે;
શક્તિભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. પૂર્વમાં જે ભાવે પાપ કર્યું છે તે ભાવે ફરીથી પાપ નહિ કરવાનો પરિણામ એ જ મિચ્છામિ દુક્કડમૂનો સાચો અર્થ છે.
પ્રાણનું મહત્ત્વ યોગદર્શનમાં પ્રાણાયામ દ્વારા નાડીશુદ્ધિ કરવાની છે તેના દ્વારા પ્રાણો સુધી પહોંચેલા અશુભ સંસ્કારોને કાઢવાના છે. પ્રાણ અને મનને નિકટનો સંબંધ છે. પ્રાણને અંકુશમાં લઈને મનને કાબૂમાં લેવું એ હઠયોગની સાધના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org