________________
દ્રવ્યદાન તથા ભાવદાન
૯૭.
માર્ગના જ્ઞાતા બનો
જેને નિશ્ચય - વ્યવહાર, ઉત્સર્ગ - અપવાદનો ખ્યાલ નથી. તેનાથી ઉપદેશ આપવા બેસાય નહીં, જેને મહાવ્રતનું પાલન નથી, તે પણ ઉપદેશ ન આપી શકે. તેણે તો મૌન લઈને સ્વસાધના કરવાની છે. જેને માર્ગનો સૂક્ષ્માતિસૂક્ષ્મ બોધ હોય, તેણે, સામી વ્યક્તિને સ્પષ્ટ બોધ થાય, તે માર્ગ પામે, તે માર્ગનો જ્ઞાતા બને – તેવી રીતે ઉપદેશ આપવો જોઈએ. તમારી અંદરમાં કોઈ સ્પૃહા પડેલી હશે તો તે આત્માને દૂષિત કરશે. તેઓ ઘણાં અશુભ કર્મો બાંધશે. માટે મહાવ્રતના પાલન સાથે સ્પૃહાને કચડેલી રાખવી પડશે. સ્પૃહારહિત આત્મા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે.
અનેકને ધર્મમાં જોડે, અનેકને માર્ગ બતાડે, અનેકનું સ્થિરીકરણ કરે, સંતોની ઉપબૃહણ કરે – એનું કદી પતન થાય નહીં. એને ભવાંતરમાં ધર્મ પામવા માટે આગળ વધવા માટે બીજાની જરૂર ન પડે, તે સ્વયં આગળ વધે એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. કોઈ વાર પતનનો પ્રસંગ આવે તો તેને બચાવનાર, સમજાવનાર, કોઈ ને કોઈ સામેથી મળી આવે.
ચંડકોશિયાએ પુણ્ય ઉપાર્જન કરેલું, તેથી તેના પરિણામની રક્ષા કરવા માટે ભગવાન મળી ગયા. માર્ગનું દાન અતિશય ઉપકારક છે.
માર્ગનું દાન આપનારને સહાય કરનાર, માર્ગનું દાન આપનારની સેવા કરનાર પણ આગળ વધી જાય છે. વિપુલ પુણ્ય ઉપાર્જન કરે છે.
દ્રવ્યદાન કરતાં ભાવદાન અનંતગણું ચડિયાતું છે. (૧) દ્રવ્યદાન એકી સાથે બધાને આપી શકાતું નથી. પૈસાનું કે સામગ્રીનું દાન એકી સાથે આપી શકાય ? ન આપી શકાય.
(૨) જેટલું છે તેટલું બધાને આપી શકાતું નથી. વહેંચીને આપવું પડે છે. તમે લાખ રૂ. દાન કરો તો થોડા થોડા બધાને મળશે. બધાને કંઈ લાખ રૂ. નથી મળતા. ભાવદાનમાં તો તમે જે આપો છો તે સમગ્રતાથી પ્રત્યેક વ્યક્તિને મળે છે.
(૩) વળી દ્રવ્યદાનમાં આપનારને ખૂટે છે, લેનારાને વધે છે. આ દ્રવ્યદાનની વિચિત્રતા છે, સામગ્રીના દાનની આ વિચિત્રતા છે. જ્યારે ભાવદાન એકી સાથે આપી શકાય છે. પૂર્ણતયા આપી શકાય છે, આપનારનું ખૂટતું નથી. દા.ત. જ્ઞાનદાન, ઉપદેશદાન, દૃષ્ટિદાન આ જગતમાં પાતાળકૂવો છે. જેમ જેમ આપતા જાવ તેમ તેમ સપાટી સમ થતી જાય. ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, સરવાણીની જોડે સંબદ્ધ પાતાળકૂવો ભરેલો જ રહે છે. આ ભાવદાનમાં આપનારો આનંદ પામે અને લેનારો તોષ પામે. અંતે બંને મોક્ષમાં જાય.
તમારી પાસે જે શક્તિ છે તેનું પરાકાષ્ઠાએ દાન કરતાં શીખી જાવ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org