________________
૨૧૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તમારું વીર્ય પ્રવર્તન જોતાં એમ લાગે છે કે તમને દેવલોક ઊંચો નહીં મળે, નરકસ્થાન પણ દીર્ઘસ્થિતિવાળું નહીં મળે. તમારે વચમાં વચમાં ભમ્યા કરવાનું રહેશે. હા, તિર્યંચમાં જઈને નરકમાં જજો. આ વિરાધિત ધર્મનું ફળ છે. વિરાધિત સંયમનું ફળ નીચેના દેવલોક – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ વગેરે છે. વૈમાનિક તો નહીં મળે. કારણ કે ઉપયોગમાં વિષયની પરિણતિ છે. રંગરાગ છે. ક્રોધાદિ કષાયો છે. દેવ – ગુરુ – ધર્મ ઉપર જરાક પણ બહુમાન તૂટ્યું તો વિરાધના શરુ થઈ જાય છે. સહેજ પણ આજ્ઞાભંગ થયો તો આરાધના રહેતી નથી. ગુરુનાં “દુષ્કર દુષ્કર' વચનને નહીં સહન કરતાં સ્થૂલભદ્રજીનો ચાળો કરવા ગુરુ વચનને અવગણીને સિંહગુફાવાસી મુનિ કોશા. વેશ્યાને ત્યાં ગયા તો પતન પામ્યા. દેવ – ગુરુ - ધર્મતત્વની આશાતના કરનારો ગમે ત્યાં પડી જાય.
એક બાજુ ધર્મ હશે અને બીજી બાજુ એકાદ વિષયમાં આસક્તિ, ગૃદ્ધિ હશે તો ચારિત્ર મલિન થશે. એક જ દૂષણ ચારિત્રમાં મલિનતા ઊભી કરે છે. તે વખતે પરિણામ બગડ્યા અને મરો તો એકેંદ્રિયમાં જાવ. તે વખતે કદાચ ન મરે તો પણ આ ગૃદ્ધિ ક્ષત્તવ્ય નથી. તે ખટકતી હોય, તેનું પ્રાયશ્ચિત્ત જીવ કરે તો મલિનતા મોળી પડે. દોષ ખટકતો હોય તે સાધક કહેવાય. સાધકથી દોષ સેવાઈ જાય, પણ પોતાની સત્ત્વહીનતા માને અને પ્રાયશ્ચિત્ત લે. પશ્ચાત્તાપ કરે. તમારે અને પ્રાયશ્ચિત્તને આડવેર છે. પ્રાયશ્ચિત્ત ન કરે તો મલિનતા સાનુબંધવાળી થતી જાય. સાધકે ખ્યાલ રાખવો જોઈએ કે આ મારો દોષ છે. સતત આલોચના કરે તો ઊંચો દેવલોક મળે. અઢાર પાપો આલોવતાં દસમે રાગ બોલીને માફી માગો છો ! તેનું અંતરનિરીક્ષણ કર્યું છે ? રાગ પાપ લાગે તો રાગનો ઓરતો તો ન જ કરોને ? મિચ્છામિદુક્કડમ્ આપો છો ને એ જ દોષ સેવો છો તો માયામૃષાવાદી છો. પ્રતિક્રમણનો અર્થ જ એ છે કે આજનું કરેલું પાપ બીજે દિવસે ઓછા ભાવે જ થાય. ઉપાધ્યાયજી મ.સા. ૩૫૦ના સ્તવનમાં લખે છે.
મિચ્છામિ દુક્કડમ્ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે આવશ્યક સાખે તે પરગટ માયામોષને સેવે રે
મૂલપદે પડિકમણું ભાખ્યું પાપતણું અણકરવું રે. પ્રતિક્રમણ કરતાં પાપનો ફોર્સ ઓછો થાય અને એક દિવસ સર્વથા બંધ થઈ જાય - એ જ વ્યાજબી છે. કમસે કમ પાપની તીવ્રતા અને પાપની ઝડપ ઓછી થવી જ જોઈએ આ intensity અને frequency ઓછી થાય તો જ સાધકતા છે.
અધ્યવસાય શું ચીજ છે કુતૂહલવૃત્તિ અને વિષયાસક્તિને સંબંધ છે. કદાચ સાધકને ખાવાપીવાની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org