________________
મરુભુતિની ઉત્તમતા
રાજાને કહેવા પાછળ મરુભૂતિનો માત્ર એક જ આશય હતો કે એ મોટો ભાઈ છે, હું નાનો ભાઈ છું, હું કહું તે ઉચિત નથી. વળી મારું પુણ્ય પણ ઓછું છે. રાજાનું પુણ્ય વધારે છે. પુણ્યશાળી એને કહેશે તો કદાચ તે બચી જશે. આ વિચારીને તેણે રાજાને કહ્યું. કોઈ વૈમનસ્યથી પ્રેરાઈને આ ફરિયાદ કરી નથી. કમઠ રાજાની સામું બોલશે, સામો થશે અને પરિણામ આવું આવશે તેની કલ્પના નહોતી. તેણે તો દીર્ધદષ્ટિથી વિવેકપૂર્વક મોટા ભાઈની મર્યાદાને જાળવીને સપુરુષાર્થ કર્યો છે. પણ પરિણામ વિપરીત આવ્યું તેમાં તે ગુનેગાર નથી. મરુભૂતિ લેશમાત્ર દોષિત નથી. કમઠની ભવિતવ્યતા ઊંધી એટલે આ બન્યું. છતાં મરુભૂતિને ભૂલ કેમ લાગે છે ? સજ્જનતા પરાકાષ્ઠાની છે માટે આ વિચારો કરે છે. સજ્જનનું હૃદય, તેની કરુણા, ભાઈને દોષમાંથી બચાવવા પ્રયત્નશીલ બની. વિપરીત પરિણામ આવ્યું. ભાઈને દુઃખ થયું. એમાં નિમિત્ત બનવાનું થયું એથી મરુભૂતિ બેચેન છે. વ્યથિત હૃદયે રાજાને કહે છે, “મેં જબરજસ્ત ભૂલ કરી છે. મારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. હું એને ખમાવી દઉં. રાજા ના પાડે છે છતાં આ રહી શકતો નથી એવી તેના હૃદયની સ્થિતિ છે. રાજાની ના હોવા છતાં તેની ઉપરવટ થઈને એકલો ખમાવવા જાય છે. કમઠે શિલા નાખી અને દુ:ખદ ઘટના બની ગઈ. મરભૂતિએ હૃદયની વ્યથા રાજાને કીધી અને રાજાની ના છતાં ખમાવવા ગયા. એ બંનેમાં એની ભૂલ નથી પણ મરુભૂતિ એકલા ગયા એ ભૂલ છે. મારો ભાઈ દુષ્ટ દુર્જન છે એ જાણવા છતાં એકલા ગયા. અહીં વિવેક ન વાપર્યો, ઉપયોગ ચૂક્યા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણા ચૂક્યા. પણ સજ્જન આત્મા સામાની દુષ્ટતાને સ્વીકારી શકતા નથી. સજ્જનતાની પરાકાષ્ઠામાં આવું બની શકે છે. સામો આત્મા દુર્જન છે તેને જોઈને ષવૃદ્ધિ થશે તે ન થાય તે માટે જીવ માત્રને ખમાવવાના છે અને અપરાધીને વિશેષથી ખમાવવાના છે. હૃદયથી ખમાવવાના
પ્રશ્ન : સામી વ્યક્તિ અપાત્ર હોય અને આપણા જવાથી અનર્થની સંભાવના હોય તો પણ સામે ચાલીને ખમાવવું ?
ઉત્તર : ના, જ્યાં સામે ઉદ્ધત વ્યક્તિ છે, અપાત્ર છે, અનર્થની સંભાવના છે ત્યાં સામે ચાલીને ખમાવવા જતાં તેનો વૈષ વધવાનો. તેથી તેને મનોમન ખમાવવો, કોઈ સજ્જનના માધ્યમથી, કોઈને વચમાં રાખીને ખમાવવો. નિશ્ચયથી તેના પ્રત્યેનો પ્રેમ, સહાનુભૂતિનો ભાવ હૃદયમાં રાખીને પ્રાર્થના કરવી. અવસર મળે તો મિત, અને પ્રિય, પથ્ય શબ્દોમાં માફી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org