________________
મરુભુતિની ઉત્તમતા
૩પ૧
માંગવી અને અવસર ન જણાય તો માનસિક વિકલ્પોથી માફી માંગવી. પણ હા, એક ભયસ્થાનને જરૂર વિચારો. તેની અપાત્રતા પુરવાર થયેલી છે માટે તમે નથી જતાં કે તમારો અહંકાર નડે છે માટે નથી જતાં તેની ચોકસાઈથી ચકાસણી કરી લેવી. આપણા શુભ વિકલ્પોના, વચનોના પરિબળથી તે સુધરી પણ જાય. એટલે આપણા અહંકારને છુપાવવા તેના દોષને આગળ તો નથી કરતા ને ? એનું વિશ્લેષણ અત્યંત જરૂરી બને છે.
અગ્નિશર્મા અને ગુણસેનના પ્રસંગમાં પણ આ જ બન્યું છે. ત્રણે પારણા વખતે ચૂકનાર ગુણસેન કુલપતિ પાસે જાય છે, આક્રંદ કરે છે, પ્રભો ! હું દુષ્ટ છું, પાપી છું. મેં બહુ ભૂલ કરી છે. મારે માફી માંગવી છે. ““મને ચેન પડતું નથી.” રાજા અગ્નિશમ પાસે જ્યારે જવા તૈયાર થાય છે ત્યારે કુલપતિ રાજાને કહે છે કે રાજનું ! હવે જવાની જરૂર નથી તે હમણાં પોતાના ધ્યાનમાં છે જવાથી કદાચ ધ્યાનમાં અંતરાય થાય એમ કહી કુલપતિ, ગુણસેનને ખમાવવા જવાને માટે રોકે છે. અહીંયાં પરિતાપનું કારણ ગુણસેન બનતો હોય એવું લાગે છે પણ તેમાં કારણ ગુણસેન નથી પરંતુ ભવિતવ્યતા જ કારણ છે.
પરિતોષ હેતુ : આ દૃષ્ટિનો બોધ બીજાને નિર્મળ આનંદનું કારણ બને છે કારણ કે અંદરમાં નયદેષ્ટિનો ઉઘાડ થયેલો છે અને હૃદય મૈત્રી, વાત્સલ્ય, કરુણાદિ ભાવોથી છલકાય છે તેથી યુક્તિયુક્ત તત્ત્વ રજૂ કરતાં તેનો પડઘો એવો પડે છે કે યોગ્ય આત્મા ત્યાં ધર્મ પામી જાય છે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાની ભાવના હોય છે.
તમે નક્કી કરો કે, મારે આજથી પરોપકાર જ કરવો છે. પોતાનું કામ પડતું મૂકીને, છોડીને, વિલંબે કરીને પણ બીજાનું કામ કરવાનું છે. એના દ્વારા અનંતાનુબંધીનો જે રસ તૂટે છે તેવો અન્યથા નહીં નીકળે.
વિપરીત દૃષ્ટિ, વિપરીત ભાવ એ સંસાર છે. બીજાને હલકા, તુચ્છ, ઊતરતા જોવા એ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. પૂજારી-નોકર વગેરે તમારી દૃષ્ટિમાં ઊતરતા છે. અરે આ તો જીવની એક અવસ્થા છે પણ તમારી દષ્ટિમાં જીવત્વ નથી આવતું ? પુદ્ગલનો પર્યાય આવે છે ? પુદગલની રચનાથી સંસાર ભરેલો છે. પુદ્ગલને સમાન કરી શકાય નહીં. જો પુદ્ગલમાં સમાનતા ન આવે તો પુદ્ગલના બનેલા સંસારમાં સમાનતા કેવી રીતે આવી શકે ? પાયામાં જ વિષમતા પડી છે. પુદ્ગલ ખંડિત તત્ત્વ છે, ભેદતત્ત્વ છે, દ્વૈતતત્ત્વ છે. જમ્યા પછી તમારું નામ કેમ પાડ્યું ? વ્યવહાર માટે સંસારમાં બધાનાં નામ છે. ચોખા, ઘઉં, બાજરો વગેરે. નામ જ ન પડ્યું હોત તો તમારો વ્યવહાર ચાલત ? દૈતમાં વ્યવહાર છે.
અદ્વૈતમાં વ્યવહાર નથી જ. મોક્ષમાં અનંતા જીવો છે. એકના ઉપર એક, થપ્પીઓની થપ્પીઓ છે. સમાવગાહી અનંતા સિદ્ધો છે. વિષમાવગાહી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org