________________
૩પર
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પણ અનંતા છે, છતાં વ્યવહાર નથી. જ્યાં એક અને એક એમ બે-ત હોય ત્યાં વ્યવહાર હોય જ. આ સંસારમાં વૈતની જ બધી રામાયણ છે. તમારા ગણિતના આંક પણ આ જ પુરવાર કરે છે. એ બેનો આંક શું ? બગડે બે' આ બતાવે છે કે બે હોય ત્યાં બધું બગડે. તીર્થકરને પણ વ્યવહાર છે જ. જે સિદ્ધ થયા તેને જ વ્યવહાર નથી.
વ્યવહાર તો કેવળજ્ઞાનીને પણ છે ! કેમ ? શા માટે ? ઉપકાર કરવો હોય તો એકબીજાના પરિચયમાં આવવું જ પડે. પણ અંદરથી નિર્વિકલ્પ વીતરાગ ઉપયોગ છે એટલે કર્મબંધ થતો નથી પણ તીર્થંકર નામકર્મનો રસોદય ખપી રહ્યો છે. એ વ્યવહારનું કેવળીને ફળ છે. જગતના લોકોનું કલ્યાણ થાય છે તે જગતનું ફળ છે. સિદ્ધના પરિચયમાં કોઈ આવતું નથી તો ત્યાં ઉપદેશ વગેરે કશું નથી. દેહના માધ્યમથી એકબીજાના પરિચયમાં અવાય છે. દેહના માધ્યમથી પરોપકાર થાય છે. સંસારમાં પરોપકાર થઈ શકે છે.
વૈતથી અદ્વૈત તરફ સંસાર પોતે દ્વૈત છે અને સંસાર ચલાવવા માટે, સંસારમાં સાધના કરવા માટે જે કાંઈ કરવું પડે તે વૈત છે. આપણે સ્વૈત છીએ, સાધનો પણ દ્વૈત છે. દ્વૈતમાં ભેદ તો રહેવાનો પણ જે અદ્વૈતને નિરંતર યાદ કરશે તેના અંતરમાંથી વૈત નીકળી જશે, પોતે અદ્વૈત બની જશે.
સાધક અભેદને પ્રાધાન્ય આપી, મૈત્રી, પ્રમોદ વગેરે કરી ભેદદષ્ટિ કાપતો જશે, તે અભેદષ્ટિને પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષને નિકટ બનાવશે.
શાસ્ત્રોને સોય બનાવી ભેદમય જીવનને મૈત્રી-પ્રમોદ વગેરે ભાવનાના દોરાથી સાંધીને જીવો સાથે વ્યવહાર કરવાથી અભેદ સંબંધ બંધાશે. તમારો અભેદ ક્યાં છે ? હું કોણ ? મારું કોણ ? આમાં તમારો હું ય ખોટો છે અને મારું પણ ખોટું છે. (૧) ક્યાં બધાં પ્રત્યે રાગ કરો (૨) ક્યાં કોઈના પ્રત્યે પણ રાગ ન કરો (૩) ક્યાં એક ચીજ ઉપર પૂર્ણપણે રાગ કરો.
મોક્ષે જવા માટે આ ત્રણ વિકલ્પો આપ્યા છે. આ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરો.
વ્યવહાર ભેદથી ચાલે છે. વ્યવહારમાં ભેદ ભલે રહ્યો. પણ હૃદયમાં ભેદ ન રાખો. હૃદયમાં અભેદ રાખો.
તમે દીકરાને તું કહો છો છતાં હૃદયનો તાર જોડાયેલો છે માટે જુદો છું એમ લાગતું નથી અને બીજાને તમે કહો છતાં આ મારો નથી, મારાથી જુદો છે એમ લાગે છે. કેમ એવું ? હૃદયથી તાર નથી જોડાયો માટે આવું થાય છે.
કોઈને સાચવતાં નહીં શીખો તો અનેકની વચ્ચે રહેવા છતાં કટોકટીના સમયે તમને કોઈ નહીં સાચવે. મૈત્રી, પ્રેમ, વાત્સલ્યના ભાવો રાખો. કષાયની દુર્ગધ દૂર કરો. બીજાના હૃદયને જીતતાં શીખો. અભેદ સંબંધ કરતાં શીખો તો આગળ વધશો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org