________________
મરુભુતિની ઉત્તમતા
૩૫૩
જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમ, વાત્સલ્ય રાખો જડ પ્રત્યે વૈરાગ્ય રાખો.
બૌદ્ધ દર્શન સર્વ ક્ષણિકમ્, સર્વ અનિત્યમ્ એમ કહી વૈરાગ્ય પમાડી આગળ વધવાની વાત કરે છે. વેદાન્ત દર્શન : વસ્તુને માનવી અને તેને અનિત્ય કહેવી એના કરતાં વસ્તુ છે જ નહીં એમ માનવું વધારે સારું છે એમ તે કહે છે. સર્વ મિથ્યા, બ્રહ્મ સતું માને છે. વસ્તુ જોયા પછી એના પર રાગ ન કરવો એ પરિસ્થિતિ કઠિન છે. આ દર્શન પ્રેમને વ્યાપક બનાવે છે. જડ-ચેતન જે કાંઈ છે, તે બ્રહ્મસ્વરૂપ છે, પરમાત્માસ્વરૂપ છે એમ માનવાથી મતિજ્ઞાનના ઉપયોગમાં તે પદાર્થની છાયા ન પડતાં, પરમાત્માની છાયા પડશે. પરમાત્મા બનવું હોય તો આ બધું પરમાત્મમય જોતાં શીખો.
દર્શનશાસ્ત્રો દૃષ્ટિને તૈયાર કરવાની આ જુદી જુદી પદ્ધતિ બતાવે છે. જૈનદર્શન બધી પદ્ધતિ શીખવાડે છે. તે કહે છે કે અમારે તો વીતરાગતા સાથે સંબંધ છે. જે માર્ગથી જે સાધનથી વીતરાગતા મળે તેને અમે અપનાવીએ છીએ. વેદાન્ત દર્શન ખોટું નથી. નિશ્ચયની વાતો કરે છે. પણ વ્યવહારની સાપેક્ષતા નથી માટે આપણને માન્ય નથી. બધા સાથે રહેવા છતાં બધાથી અળગા રહી આત્મસાધના કરવાની છે.
સ્થળ એકાંત અને ઉપયોગ એકાંત સ્થળ એકાંત : બધાની સાથે રહેવા છતાં બધાથી અળગા રહેવું તે.
ઉપયોગ એકાંત : બધાની વચ્ચે રહેવા છતાં શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપને જ ચિતવ્યા કરવું તે ઉપયોગ એકાંત છે. આ સ્થળ એકાંત અને ઉપયોગ એકાંતનો સતત આશ્રય લઈ આત્માએ આત્મસાધનાના માર્ગે આગળ વધવાનું છે. અન્યથા બીજાને હૃદયમાં રાખીશું તો ઉપયોગ ટ્યુત થશે. બધાની સાથે રહેવાનું છે, તેને સહાયક બનવાનું છે. મૈત્રી આદિ શુભ ભાવો કરવાના છે પણ બધાની વચ્ચે રહીને આપણે બધાના જેવા થઈ ગયા છીએ માટે દૃષ્ટિ સુધરતી નથી. બધાની વચ્ચે રહેવાનું પણ બધા જેવા થવાનું નહીં કારણ કે આ તો બધા અનાડી છે, આ ભૂતાવળ છે. ભૂતની સાથે કંઈ રહેવાય ? તેને તો બળી-બાકળા નાંખીને સાચવવાના, આપણી સાધનામાં પ્રતિબંધક ન બને તે માટે વિધિ કરી લેવાની. બસ, આ જ રીતે કુટુંબને સાચવવું, ખવરાવવું, કુટુંબ પ્રત્યેની ફરજોનું પાલન કરવું. અવસરે એ તમારી સાચી વાત માને તે માટે આ બધું કરવાનું.
તમે આજે પરિવારને સાચવો છો કે ચોંટી ગયા છો ?
તમે સાચવો એ ક્રેડીટ છે અને ચોંટી ગયા છો તે ડેબીટ છે. જમા પાસામાં ક્રેડીટ ઓછી છે. તમે અહીંથી તિર્યંચ કે નરકમાં ગયા તો ડેબીટ જ છે અને દેવલોકમાં ગયા અને ત્યાં સખણાં રહ્યાં તો ક્રેડીટ જાતનું પૃથક્કરણ કરવાથી તત્ત્વ સમજાશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org