________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧ શાસ્ત્રમાં અન્ય લિગે, અન્યદર્શનમાંથી મોક્ષે જવાય એમ કહ્યું છે - તેમાં પણ સમજવું જરૂરી છે કે તેઓના બાહ્ય માળખાની આરાધના કરી ને અંતઃકરણની શુદ્ધિ જેમણે કરી તેઓ જ મોક્ષે ગયા છે. વળી અન્યદર્શનને પામીને મોક્ષે જનારા કરતાં જૈન શાસનને પામીને મોક્ષે જનારા અનંતા આત્માઓ છે. અન્યદર્શન પાસે મોક્ષનો કેડી માર્ગ છે, જે કાંટા - કાંકરાથી ભરેલો હોય છે વળી ભૂલા પડવાની શક્યતાવાળો હોય છે માટે રાજમાર્ગે વધુ જીવો મોક્ષે જાય એ સ્વાભાવિક છે. અન્યદર્શની, આજીવક મતાનુયાયી, તાપસ વિ. યોગ્યકાળ હોય તો વધુમાં વધુ બારમા દેવલોકથી આગળ જઈ શકતા નથી. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં જવા માટે જૈની દીક્ષા જ જોઈએ. ગૃહસ્થપણામાં ક્ષપકશ્રેણી માંડી શકાય, કેવળજ્ઞાન પામી શકાય, ભાવથી પાંચમું, છઠું અને સાતમું ગુણસ્થાનક પણ સ્પર્શી શકાય પણ રૈવેયકાદિના પુણ્યબંધ માટે નિરતિચાર દ્રવ્યસંયમ જરૂરી છે. દ્રવ્યચારિત્ર એટલે જ્ઞાનીએ બતાવેલો જે માર્ગ છે એમાં લેશ પણ અલના ન કરે, નિર્દોષ ગોચરી વાપરે, પ્રભુની આજ્ઞા મુજબ જીવે, અનંતાનુબંધી કષાય પરાકાષ્ઠાના પાતળા પડે. સંજ્વલન જેવા બને ત્યારે નવમા સૈવેયકાદિનું પુણ્ય બાંધી શકાય છે. ભાવથી ચારિત્ર પાળનારાને તો વૈષયિક સુખ અસાર, તુચ્છ લાગે છે, માટે અનુત્તરાદિમાં જઈ શકે છે. સમકિતી, દેશવિરતિધર ઉચ્ચકક્ષાનું શ્રાવકપણું પાળે પણ બારમા દેવલોકથી આગળ ન જઈ શકે. આગળ જવા માટે દ્રવ્યસંયમ એકાંતે જરૂરી છે. દ્રવ્યચારિત્રની સાથે ભાવચારિત્ર ભળે ત્યારે મોક્ષ થઈ શકે. તે માટે વૈષયિક સુખો પ્રત્યેનો જ્વલંત વૈરાગ્ય જોઈએ, સાધક દેહથી આત્માનું ભેદજ્ઞાન કરે, સ્વરૂપની રમણતા વધે, ઊંચા અધ્યવસાય સ્થાનોને સ્પર્શે ત્યારે નિરતિચાર ભાવચારિત્ર આવે છે. સુંદર ચારિત્રના પાલન કરતાં પણ વૈષયિક સુખનો વૈરાગ્ય ઊંચો છે. અહિંસા - સંયમ - તપ સ્વરૂપ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. પ્રભુનો આ મોટામાં મોટો ઉપકાર છે. પાપના ઉદયે કદાચ સંયમ લઈ ન શકાય પણ જેને અહિંસા - સંયમ - તપ ઉપર આદર હોય. એને ચારિત્રના મનોરથ થતા હોય છે. અને આ મનોરથો એ ચારિત્ર મોહનીય કર્મને કાપે છે. સાચા હૃદયથી પરમાત્મા પાસે માંગણી કરો, તમારી માંગણી સાચી હશે, હૃદયસ્પર્શી હશે તો અંતરાય તૂટીને તમને ચારિત્ર મળશે. પરમાત્માની ભક્તિમાં ગમે તેવા અંતરાયને તોડવાની તાકાત પડેલી છે. મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન પામવાનું છે. મતિજ્ઞાનમાં અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિઓનું જે આકર્ષણ છે તે તોડવાનું છે અને એને બદલે ઘાતકર્મનો ક્ષયોપશમ જે ભાવ પુણ્યસ્વરૂપ છે તેનું લક્ષ્ય કેળવવાનું છે. ઘાતી કર્મમાં ઉદય, ક્ષય, ક્ષપોપશમ, ત્રણ વસ્તુ હોય છે. અઘાતી કર્મમાં માત્ર ઉદય અને ક્ષય બે જ વસ્તુ હોય - આ જ વાત બતાવે છે કે મૂળભૂત અઘાતી કર્મના ઉદયને તમે ટાળી શકતા નથી. કર્મ સંયોગો આપે છે. એ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org