________________
નિયમના લાભો – દષ્ટાંતથી સમજો
૧૨૯
વ્યવહાર – નિશ્ચય ગર્ભિત મોક્ષમાર્ગ મળ્યો નથી છતાં એકાન્તદર્શનમાં રહેલા આવા આત્માઓ પણ જો આજે આટલી ગુણસંપન્નતાને પામ્યા છે તો એવા આત્માઓને જો સર્વજ્ઞપ્રણીત શાસન મળે તો તેઓ કેટલા બધા આગળ વધી જાય !!!
જિન વચન અનુસાર ગુણો' એટલે તે વ્યક્તિ અપ્રજ્ઞાપનીય ન હોય.... અર્થાત્ ગુણોમાં દૂષણ હોય તો સુધારવાની યોગ્યતા હોય, તેના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં અપ્રજ્ઞાપનીયતા, પકડ, કદાગ્રહ વગેરે ન હોય. આવી વ્યક્તિની પ્રશંસા યોગ્ય દ્રવ્ય – ક્ષેત્ર – કાળમાં યોગ્ય રીતે કરવામાં વાંધો નથી.
ઇતરદર્શનોની જે સ્થાપના થઈ છે તે સામાન્યથી નાસ્તિકતાનો ત્યાગ કરીને અનેકાન્તની પૂર્વભૂમિકા રૂપ છે. માટે ઋષભદેવ ભગવાને પોતાની સાથે દીક્ષિત થયેલા ચાર હજારને પોતાની સાથે દીક્ષા લેતાં કે દીક્ષા લીધા પછી તાપસ થતાં રોક્યા નહિ, પ્રભુ અવધિજ્ઞાનના બળે ભવિષ્યમાં તાપસ થવાનું જાણતા હતા. જો તાપસ દીક્ષા એકાન્ત ખરાબ હોત, ગૃહસ્થપણું તેના કરતાં સારું હોત (શ્રાવકપણું નહિ) તો પ્રભુ તેમને જરૂર અટકાવત..મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો ગુણાનુરાગી બનો. તમે કોઈને અન્યાય કરશો નહિ અને બીજાના ભરચક અન્યાયને સહન કરો. -આ વીતરાગતા પામવાનો માર્ગ છે. ડોક્ટરની દવાથી આરોગ્ય મળે છે તો તમે તેના ઉપકારથી નતમસ્તક બની જાવ છો. બસ, તેવી જ રીતે વીતરાગ પરમાત્મા, અને તેના ધર્મનો ઉપકાર આત્માને ઓળખાઈ જાય તો શાસન પ્રત્યેની વફાદારી ઊભી થઈ જાય.
સંસાર પુણ્યના ઉદયથી ચાલે છે. પુણ્યના ઉદયથી તમે બીજાને દબાવીને ચાલી શકશો, સ્ટીમ રોલર બનીને બીજાને કચડી શકશો, પણ અધ્યાત્મ એ શુદ્ધિના માર્ગ ઉપર ચાલે છે. ત્યાં બીજાને દબાવી ન શકાય, બીજાને ખરાબ ન કહેવાય. બીજાનું બધું જ ખોટું છે એવું નથી. ખોટાને ખોટું સમજવું એ બરોબર છે, પણ બોલાય નહિ.
હરિજનના છોકરાને તારો બાપ “ક” છે એમ ન કહેવાય. જન્મ “કુ” છે પણ “સુ” અને “કુના ભેદો ગુણ-દોષથી પાડો, જાતિથી ન પાડો. જે ક્રોધી છે, ખૂની છે, માની છે તે “કુ' છે એવું નથી લાગતું ?
વિવેકપૂર્વકની વિશાળ દૃષ્ટિ એ મોક્ષમાર્ગ છે. વીતરાગ બનવું છે ? તો વીતરાગતાના ઉપાસકનો આ માર્ગ છે.
તહેતુ અનુષ્ઠાન અપુનબંધકાવસ્થા આવ્યા પછી હોય છે. સમ્યકત્વથી સાધ્યશુદ્ધિ આવે છે. સાધનની અહીં વિકલતા હોય છે. પણ સાધ્યશુદ્ધિનો મોટો પ્લસ પોઇંટ છે. સાધનની પરિપૂર્ણતા હોય, પણ સાધ્યશુદ્ધિ ન હોય તો આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી. માટે સાધ્યશુદ્ધિ અગત્યની છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org