________________
પ્રેમનું પરિબળ
कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनो ऽपि प्रमादिनः ।
વિરો થયો યઃ પુછાયો હતાહતઃ || 8 || યોગગ્રન્થો અને યોગમાર્ગ એ અધ્યાત્મની પ્રાપ્તિ અને પરિણતિ માટે છે. મોક્ષની સાથે આત્માનું જોડાણ કરી આપે તેવો ધર્મ વ્યાપાર તે યોગ કહેવાય છે. અનાદિ કાળથી રાગાદિ પરિણતિથી ભરેલો અત્યંતર સંસાર જીવના દુઃખનું કારણ છે. આ વાત જેને સમજાય નહિ તેને ધર્મ પરિણામ ન પામી શકે. તે જીવ ઉપયોગમાંથી સંસારને કાઢીને પરિણતિ સુધારી શકતો નથી. તે અઢાર પાપસ્થાનકમાં ગળાબૂડ ડૂબેલો છે. હવે આવો જીવ જો યોગગ્રન્થોનો અભ્યાસ કરે, અધ્યયન કરે તો તેને આત્મા ઓળખાય છે અને તે યોગદ્વારા પરિણતિને સુધારી પણ શકે છે.
ઈચ્છાયોગથી વાસ્તવિક ધર્મની શરૂઆત થાય છે. ઇચ્છાયોગ પહેલાં ધર્મની ક્રિયા છે. પણ યોગ નથી. યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે એવો મન-વચન-કાયાનો વ્યાપાર...જ્ઞાનીઓ આને યોગ કહે છે.
સંસારની પરિણતિ તૂટે નહીં અને આત્મકલ્યાણની ઈચ્છા ન થાય ત્યાં સુધી ઈચ્છાયોગ ક્યાંથી આવે ? નિર્દભભાવે આત્માને પામવાની ઇચ્છા થાય, આત્મસુખને માણવાનું મન થાય તેની ઇચ્છાયોગમાં સમાવેશ થઈ શકે છે. ધર્મ આત્મકલ્યાણની બુદ્ધિથી થાય છે.
આત્મસુખને પામવાની ઇચ્છાથી ઈચ્છાયોગના શ્રીગણેશ મંડાય છે. આ જીવના વિષય-કષાયમાં, પ્રમાદમાં બ્રેક લાગેલી હોય છે. વિષય-કષાયમાં આત્મહિત નથી એવું તેને ભાસે છે.
આ સંસારના પદાર્થો શાંતિ-સમાધિ આપતાં નથી અને આત્મહિત, આત્મકલ્યાણ ધર્મથી જ થાય છે એવી શ્રદ્ધા બેસે પછી, તે જે કાંઈ ધર્મ સાંભળે અને ધર્મ કરે તે બધો ઇચ્છાયોગમાં આવે. ગતાનુગતિકપણે, આ લોકના સુખની ઇચ્છાથી, પરલોકના સુખની ઇચ્છાથી ધર્મ કરનાર આમાંથી નીકળી જાય છે.
દેવપાલને જ્યારે સાત ઉપવાસને અંતે રેલ ઊતરે છે ત્યારે ખાવા મળશે એનો આનંદ નથી પણ પરમાત્માનાં દર્શન મળશે એનો આનંદ છે. પારણું થયું નથી તેની ચિંતા નથી પણ પરમાત્મતત્ત્વ એના ચિત્તમાં કેવું વસી ગયું છે !! તે પરમાત્મસ્વરૂપ જાણતો નથી પણ પરમાત્મા ગમી ગયા છે. એ અભ્યદય સૂચક છે. ઇચ્છાયોગમાં મનનું પરિવર્તન, હૃદયનું પરિવર્તન, ઇચ્છાનો વિકાસ થાય છે. ધર્મ માટે સંસારને ભૂલી જવો તે કેટલી મોટી યોગ્યતા બતાવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org