________________
યોગનું સ્વરૂપ વિત્તવૃત્તિનિરોધો : યો: આ પ્રમાણે પતંજલિ મહર્ષિ યોગની વ્યાખ્યા કરે છે, જ્યારે ગીતા સમત્વે યા ઉચ્યતે | એ દ્વારા સમતાને યોગ કહે છે તો અહીંયાં પ્રશ્ન થાય કે આ બેમાંથી યોગ શું ? ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ કે સમતા એ યોગ છે ? તેનું સમાધાન એ છે કે વસ્તુત: સમતા એ યોગ છે. આત્માનું આત્મસ્વરૂપમાં ઠરવાપણું એ યોગ છે અને એમાં ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ (અર્થાત અંતઃકરણનો પરિણામ) વિષયોમાં રાગાદિભાવે ભટકતી હોય છે ત્યાં સુધી જીવને યોગ નથી હોતો, ભોગ હોય છે તેથી આત્મસ્વરૂપમાં કરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને યોગ કહ્યો છે. પતંજલિકૃત ઉક્ત લક્ષણ એ બધી જ અવસ્થામાં ઘટતું ન હોવાના કારણે (અર્થાત્ ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ કેવલજ્ઞાન વખતે થતો હોવાના કારણે) ઉપાધ્યાયજી મહારાજે પતંજલિ લક્ષણનો પરિષ્કાર કરી વિન વિત્તવૃત્તિનિરોધો વI: એવું વ્યાપક લક્ષણ બનાવ્યું. જે યોગની દરેક અવસ્થામાં ઘટી શકે છે કારણ કે જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેટલા તેટલા અંશે આત્મામાં રહેલી ક્લિષ્ટતા નીકળતી જાય છે અર્થાત્ તેટલા અંશે ક્લિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ થતો જાય છે. યોગમાર્ગની ઉપયોગિતા
જૈનદર્શન તેમજ અન્ય દર્શનોમાં યોગનું મહત્ત્વ ખૂબજ બતાવવામાં આવ્યું છે. યોગ દ્વારા જ મોક્ષને પામી શકાય. જૈનદર્શન નિર્દિષ્ટ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યગુચારિત્ર અને સમ્યકતપ એ મહાયોગ છે. એની સાધના કરીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ મુક્તિને પામ્યા છે. અનાદિકાળથી ભોગમાર્ગમાં ગળાબૂડ ડૂબેલા અને તેના દ્વારા ભવોભવ દુઃખ, દુર્ભાગ્ય અને દુર્ગતિ પામતા આત્માને તેમાંથી બચાવનાર, શરણભૂત કોઈ હોય તો તે માત્ર એક યોગમાર્ગ છે, માટે જ કરુણાસંપન્ન ગીતાર્થજ્ઞાની પુરુષો જીવના ઉદ્ધારને અર્થે યોગમાર્ગ બતાવી રહ્યા છે, જે કોઈ પણ જીવની ઉપર ઉપકાર કરવો હોય તો તેને સમ્યગદર્શનાદિ સિવાય બીજું કાંઈ પણ આપી ઉપકાર કરી શકાતો નથી.
શાસ્ત્રપ્રસિદ્ધ વંકચૂલના દષ્ટાંતથી પણ આ વાત સ્પષ્ટ થાય છે કે યોરીના માર્ગે ચઢી અધોગતિની ગર્તા તરફ પ્રયાણ કરી ચૂકેલા તેના આત્માને સદગુરુએ ચાર નિયમો આપ્યા (૧) અજાણ્યું ફળ ખાવું નહિ (૨) કોઈના પર પણ ઘા કરતાં પહેલા સાત ડગલાં પાછા હટવું (૩) રાજાની રાણી સાથે વ્યભિચાર કરવો નહિ અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ.
આ ચારે નિયમો ઉપર વિચાર કરશું તો જણાશે કે ગુરુએ બીજું કશુંજ આપ્યું નથી પરંતુ આંશિક સમ્યગ્રદર્શન, આંશિક સમ્યજ્ઞાન, આંશિક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org