________________
જ અણસમજમાં ગુંડા સાથે કરી દીધેલી દોસ્તી જેમ સમજણના કાળમાં ભારે
પડી જાય છે તેમ અજ્ઞાનદશામાં ઈન્દ્રિયોને આપી દીધેલું બળ, સમજણના કાળમાં ય હેરાન કરતું જ રહે છે. - મન જો શરીરના પક્ષમાં છે તો આત્માની દુર્ગતિ નિશ્ચિત છે અને મન
જો આત્માના પક્ષમાં છે તો આત્માની સદ્ગતિ નિશ્ચિત છે. - શરીરમાં પેદા થઈ જતો રોગ કદાચ આપણને રોવડાવે છે પણ મનમાં
પેદા થઈ જતો દોષ તો આપણને રખડાવે છે. કિ જડ પદાર્થોને માત્ર “ઉપયોગ”નું જ સ્થાન આપો પણ જીવતત્ત્વને તો
ઉપાસના'નો જ વિષય બનાવો. જડ પદાર્થો પ્રત્યેની આસક્તિ જો ઘટી જાય અને જીવ તત્ત્વ પ્રત્યેનો અણગમો જો ટળી જાય તો પછી આત્મકલ્યાણ થવામાં જરાય તકલીફ નથી. આસક્તિ એ જ તો મનનો ખોરાક છે. જો મનને આસક્તિ મુક્ત રાખવામાં આપણે સફળ બન્યા તો પછી મુક્તિસુખ પામવામાં આપણને કોઈ જ તકલીફ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org