________________
મોક્ષની જોડે જોડી આપનાર યોગ
આર્યસંસ્કૃતિમાં ચાર પુરુષાર્થ છે. તેમાં કામ અને મોક્ષ પુરુષાર્થ એ સાધ્ય પુરુષાર્થ છે અને અર્થ અને ધર્મ અનુક્રમે સાધન પુરુષાર્થ છે. આજે આપણને શ્રી જિનશાસન જન્મતાં જ મળ્યું છે પણ તેનું મૂલ્યાંકન કેટલું કરીએ છીએ તે ઉપર શાસનપ્રાપ્તિની સફળતા છે.
પૂર્વકાળમાં ધર્મની પ્રધાનતા રહેતી. આજે તો શિક્ષણે નાસ્તિકતાનો – અનાત્મવાદનો ભરપૂર પ્રચાર કર્યો છે, યંત્રવાદે સુખશીલતા અને બેકારીને જન્મ આપ્યો છે અને અનાર્યતાએ સ્વાર્થોધતા તથા ભોગવાદને વ્યાપક બનાવ્યો છે. તેના ફળસ્વરૂપે આજે ધર્મના જ્ઞાનથી પ્રજા વંચિત છે. પૂર્વના કાળે રાજા, પુરોહિત, મંત્રી, અમાત્ય વગેરે પણ ધર્મની જાણકારી અચૂક લેતા. જોકે તે વખતે બ્રાહ્મણ અને શ્રમણને કટ્ટરતા હતી. અને હરિભદ્ર તો ત્યાં સુધી બોલ્યા છે કે રાજમાર્ગેથી ગાંડો હાથી આવતો હોય અને સંરક્ષણ માટે દેરાસરનો ઓટલો મળતો હોય તો હાથીના પગ નીચે કચડાઈ મરવું સારું પણ જૈન મંદિરના ઓટલે પણ ચડવું નહિ. ધર્મઝનૂની તેમના શબ્દો હતા કે
તિના તાક્યમનોકરિ ન ગચ્છ જિનમંઢિરમ્ | આવું માનસ ધરાવતા.
હરિભદ્ર પુરોહિત પણ ૧૪ વિદ્યાના પારગામી હતા. એટલું જ્ઞાન એમની પાસે હતું કે તે પેટમાંથી નીકળી ન જાય તે માટે પોતે પેટે પાટો બાંધતા હતા. પોતાની જાતને સર્વજ્ઞતુલ્ય માનતા. પોતાને ન આવડે એવું કંઈ જ નથી એવી ખુમારી હતી. સાથે સાત્ત્વિકતા પણ એટલી જ હતી કે મને કોઈ કંઈ નવું જણાવે તો મારે તેને ગુરુ બનાવવા અને શિષ્ય થઈને સમર્પિત રહેવું. રાજ્યમાન્ય પુરોહિત એક દિવસ નગરમાંથી પસાર થાય છે ત્યાં સ્વાધ્યાયના ઘોષથી ઓળખાતા એવા ઉપાશ્રયની નીચેથી પસાર થવાનું બન્યું. ઉપર પૂ. સાધ્વીજી મહારાજ સ્વાધ્યાયમાં “ચક્કી દુર્ગ, હરિશણગં.' એવી ગાથાનો વારંવાર ઉચ્ચાર કરતાં હરિભદ્ર સાંભળ્યાં. અર્થઘટન કરવા માંડ્યું. પણ અર્થ સમજાતો નથી. બેચેન બને છે. નિરવચનદેઢમતિ એવા પુરોહિત તરત ઉપર ગયા અને પૂછે છે આ કોણ બોલે છે અને તેનો અર્થ શું ? તરત જ યાકિની મહત્તરા સાધ્વીએ જવાબ આપ્યો કે આનો અર્થ આપવા માટે અમે અનધિકારી છીએ. વળી રાત્રિના સમયમાં પુરુષોએ સાધ્વીજીના ઉપાશ્રયમાં આવવું તે પણ ઉચિત નથી. અને આનો યથાર્થ અર્થ તમારે જાણવો હોય તો આપ અમારા આચાર્ય મહારાજ પાસે પધારો, અને હરિભદ્ર આચાર્યજીનો સંપર્ક કર્યો. મર્યાદાનું પાલન કરનાર સાધ્વીજીને લાખો ધન્યવાદ !!! જો તેમણે ટૂંકાણમાં અર્થ બતાવવાની ચેષ્ટા કરી હોત તો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org