________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કદાચ હરિભદ્રસૂરિ શાસનને ન પણ મળત !!!
આચાર્યશ્રી પાસે જ્ઞાનની ઉત્સુકતાથી ગયેલા હરિભદ્રની આંખોનું તેજ ગીતાર્થ ગુરુએ જાણ્યું અને કહ્યું કે આ ગાથાનો અર્થ શીખવો હોય તો સાધુ બનવું પડે અને જીવનભરની આ પ્રતિજ્ઞાઓ પાળવી પડે. જ્ઞાનરુચિ એવા હરિભદ્રે આ વાતનો સ્વીકાર કર્યો અને દીક્ષિત બન્યા. તેજીને ટકોરો બસ, એમ પ્રકાંડ વિદ્વાનને સાધનાની પગદંડી પર ગુરુજીએ ચડાવી દીધા અને આ જ હરિભદ્ર બ્રાહ્મણ, ધુરંધર આચાર્ય બન્યા અને ઉચ્ચારે છે કે જિનશાસન ન હોત તો અમારું શું થાત ? જિનાગમ વિના અનાથ એવા અમે ભવસમુદ્રમાંથી બહાર કેવી રીતે નીકળત ? આવું બોલનાર પણ એક દિવસ ચૂકે છે.
આત્મા હંમેશા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો આકાર લઈ લે છે. જેમ પાણીને સ્વતંત્ર આકાર હોતો નથી, વાસણ પ્રમાણે આકાર ધારણ કરે છે તેમ હરિભદ્રસૂરિના જીવનમાં પણ એક પ્રસંગ બન્યો છે. તેમના બે શિષ્યો (સંસારી પક્ષે ભાણેજ હંસ અને પરમહંસ) બૌદ્ધો પાસે ગુપ્ત રીતે ભણવા ગયા છે અને જૈન સાધુ તરીકે ઓળખાઈ જતાં તેઓને ભાગવું પડ્યું છે. ભાગતાં ભાગતાં એક સાધુ ઝડપાઈ જાય છે અને બીજો સાધુ દોડતો ગુરુમહારાજના ચરણે આવીને બધી વાત કરી મૃત્યુ પામે છે. બંને શિષ્યોને ગુમાવવા બદલ આચાર્યશ્રી ગુસ્સે થાય છે અને તે વખતે ૧૪૪૪ બૌદ્ધોનો નાશ કરવાનું વિચારે છે. ગુસ્સો આસમાને પહોંચ્યો છે. વિદ્યાની લબ્ધિથી બધાને કાગડા બનાવી તેલની કડાઈમાં તળીને નાશ કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. હવે આના માટે તેમના ગુરુ વ્યથિત છે. આને ગુસ્સામાંથી નીચે કેવી રીતે ઉતારવા ? | ગીતાર્થ ગુરુ મહારાજે અગ્નિશર્મા અને ગુણસેનના નવભવનાં નામોની ગાથા તેમને મોકલી અને આ વાંચતાં જ સૂરિજી ચમક્યા. અરે કેવું અકાર્ય કર્યું ? પાપ સમજાયું. તીવ્ર પશ્ચાત્તાપ કર્યો અને પ્રાયશ્ચિત્ત માગ્યું. પ્રાયશ્ચિત્તમાં ગુરુએ ૧૪૪૪ ગ્રંથો રચવાનું કહ્યું.
- આચાર્યશ્રી વિચારે છે કે અગ્નિશર્મા તો અજ્ઞાની હતો. હું તો જ્ઞાની છું એટલે કષાયને આધીન ન થવાય. આપણને કષાયો વિભાવ લાગે છે ? આપણે કોઈને રાગ કરીએ અને કોઈ આપણને રાગ કરે એ દોષ લાગે છે ? એનાથી છૂટવાનું મન થાય છે ? * गुणसेन - अग्गिसम्मा .- सीहाणंदा य तह पियापुत्ता । સિદિ – જ્ઞાતિના – સુના, ઘણા – ઘસારો જ રૂ – મન્ના / ૧ / जय विजया य सहोअर, धरणो लच्छीअ तह पइ-भजा । સેળ-વિલેજ પિત્તિય – કુત્તા – નામ સત્તHU | ૨ || गुणचन्द - वाणमन्तर समराइच - गिरिसेण पाणोअ। एगस्स तओ मोक्खोऽणन्तो अवस्स संसारो ॥ ३ ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org