________________
૩૦૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જૈનશાસન એ વિવેકના શિખરે છે અન્યદર્શનોએ આત્માની વિકાસયાત્રા માટે સામાન્યથી ચાર આશ્રમોની વાત કહી છે. પહેલાં પચ્ચીસ વર્ષ વિદ્યાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ; પછીનાં પચ્ચીસ વર્ષ ગૃહસ્થાશ્રમ, પછીનાં પચ્ચીસ વર્ષ વાનપ્રસ્થાશ્રમ અને અંતિમ પચ્ચીસ વર્ષ સંન્યાસાશ્રમ જૈનશાસન બધામાં ચંચુપાત કરે છે. ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ એ ફરજિયાત ન હોઈ શકે. જન્મજાત વૈરાગી આત્મા, ભવાંતરની સાધના લઈને આવ્યો હોય તો બ્રહ્મચર્યાશ્રમથી સીધો સંન્યાસાશ્રમ સુધી પહોંચી શકે છે. વચલા બે આશ્રમ મરજિયાત હોવા જોઈએ. જૈનશાસન સર્વ પ્રસંગે ઉચિત માર્ગદર્શન આપે છે. વિવાહ કરવા હોય તો પણ ઉચિત વિવાહ કરવા. સમાન-કુળ-જાતિ અને ભિન્ન ગોત્રીય જોડે લગ્ન કરવાં જોઈએ. ધનપ્રાપ્તિમાં પણ ન્યાયસંપન્ન વૈભવને મેળવવાનો છે. ધર્મ-અર્થ અને કામ એ ત્રિવર્ગમાં અબાધાપૂર્વકનું માર્ગાનુસારી જીવન હોવું જોઈએ. વિવેકપૂર્વકનો ધર્મ આત્માને ઉપર લઈ જાય છે. ઓઘદૃષ્ટિના પ્રભાવે આજના બુદ્ધિમાન પાસે પણ વિવેક નથી. માર્ગાનુસારી સંસારી જીવને સંસારમાં એવો ધર્મ ન કરાય કે જેથી તેનું આર્થિકતંત્ર સદાય. પૈસા કમાવાની સીઝનમાં તે ધર્મ કરવા બેસી જાય અને પછી પૈસા કમાવાની સીઝન ચાલી જાય ત્યારે પૈસા વગર કફોડી સ્થિતિ થાય તો કેવો સંક્લેશ થાય ? એમ અર્થોપાર્જનને મુખ્ય બનાવી સવારે પાંચ વાગે નોકરીએ જાય, overtime કરે અને ધર્મને ગૌણ કરે એ પણ વ્યાજબી નથી. એમ ગૃહસ્થ એવો કામાંધ ન બની શકે જેથી અર્થ અને ધર્મ સદાય. આ પ્રારંભિક કક્ષાનો વિવેક બતાવ્યો છે. જે ચારિત્ર લેવાનો નથી, ઘરમાં રહેવાનો છે, અર્થ-કામને સેવવાનો છે, એના અર્થ પુરુષાર્થને ન્યાય, નીતિથી નાથવાનો છે અને કામપુરુષાર્થને સદાચારથી સાધવાનો છે. તેના જીવનમાં વિવેક ભળે અને દેવ-ગુરની છાયાથી તે અળગો ન થઈ જાય, તે માટે શાસ્ત્ર આ વાતો કરી છે. આજે સુખી શ્રીમંતોએ માઝા મૂકી છે. એક બાજુ પૈસા આવે અને બીજી બાજુ દેવ-ગુરુની છાયા નીકળી ગઈ છે. તેનું જીવન કેવું બને ? ચારિત્રથી તેઓ ભ્રષ્ટ થવા માંડ્યા છે.
આદિશ આર્યસંસ્કૃતિથી મહાન છે, તપ-ત્યાગથી મહાન છે, દેવ-ગુરુની છાયાથી મહાન છે. આ દેશ પૈસા અને વૈભવથી મહાન નથી.
આર્યસંસ્કૃતિમાં પ્રાતઃકાળે વહેલા ઊઠે, બે પ્રહર ધર્મ કરે પછી અર્થોપાર્જનની જરૂર હોય તે બાર વાગે કમાવવા માટે જાય. સવારે પાંચ વાગે ઊઠીને નોકરી કરવી એ આર્યદેશનો સિદ્ધાંત નથી. તમારાં તો પુણ્ય ઘણાં છે, ન કમાઓ તો પણ જીવી શકો તેમ છો. છતાં પાપાનુબંધી પુણ્યના ઉદયથી છતે પૈસે મજૂરી કરવી પડે છે. પાપકર્મ બંધાવી દુર્ગતિમાં લઈ જનાર કર્મને પાપાનુબંધી પુણ્ય ન કહેવાય તો શું કહેવાય ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org