________________
“કષાયનું સ્વરૂપ”
પૂ. હરિભદ્રસૂરિ પરમાત્માને નમસ્કાર કરતાં કરતાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પરમાત્માનું સ્વરૂપ જણાવી રહ્યા છે. જે આત્માએ લેશથી આત્માની અનુભૂતિ કરી છે તે આત્મા પરમાત્માને ઓળખી શકે છે એટલે પરમાત્માને ઓળખવા પહેલાં આત્માને ઓળખવો પડે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશસ્વરૂપ છે. સ્વક્ષેત્રે આનંદસ્વરૂપ છે. માટે જ જ્ઞાન કિંમતી છે. શા માટે ભણવાનું ? જ્ઞાન, જ્ઞાન માટે નથી ભણવાનું, જ્ઞાન માહિતિ માટે નથી ભણવાનું, જ્ઞાન વિદ્વાન બનીને, જગતમાં પાંડિત્ય દ્વારા સસ્તી કીર્તિ મેળવવા માટે પણ નથી ભણવાનું જ્ઞાનને સાધન બનાવીને, જ્ઞાનને સ્વચ્છ બનાવીને આત્માના મૌલિક આનંદને અનુભવવાનો છે.
એક ભાઈ કોઈને ત્યાં મહેમાન થયેલા. તે શેઠનો છોકરો ઇન્ટરમાં પાસ થયેલો, શેઠ ખુશખુશાલ હતા. મહેમાનને કહે છે કે આ વર્ષે બાબો ઇન્ટરમાં સારા માર્કસે પાસ થયો. મહેમાને ઠાવકું મોં રાખી પુછ્યું – પછી શું ? અરે પછી ત્રીજા વર્ષમાં જશે, પછી શું ? પછી ચોથા વર્ષમાં જશે. પછી શું ? પછી ડિગ્રીધર બનશે. પછી શું ? એન્જિનિયર થશે ને મોટી firm ફર્મમાં નોકરી કરશે. પછી શું ? પછી પરણશે. પછી શું ? પછી મોજ મજા કરશે. પછી શું ? આ પછી શું ?ની પ્રશ્નસીરીયલથી યજમાન અકળાયો ને કહે, પછી મરી જશે. પેલો ભાઈ કહે છે કે, ભણીને પણ મરવાનું છે અને અભણને પણ મરવાનું છે, તો ભણીને શું કરવાનું ? જ્ઞાનીનો જવાબ છે, ભણીને અમે અજન્મા, અમર બનીશું. સંસારમાં રોગ, શોક, વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ લાગુ પડેલી છે, તેનાથી મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. જે વિદ્યા મુક્તિ અપાવે તે જ વિદ્યા કહેવાય છે. “સા વિદ્યા યા વિમુવત’ |
જગતમાં કોઈ તત્ત્વ દુઃખી કરતું નથી, મૃત્યુ આપતું નથી. જન્મ આપતું નથી. ભૂતકાળમાં જે રીતે જીવ્યા છો તે રીતે આપણું વર્તમાન છે. હવે વર્તમાન સુધારવા કરતાં વર્તમાનના દ્રષ્ટા બની જાવ, શાંત બની જાવ. અને સહજ ભાવે પરિસ્થિતિનો સ્વીકાર કરી લ્યો. ભૌતિક રીતે વર્તમાનને સુધારવા માટે ધમપછાડા કરનાર હકીકતમાં પોતાના ભાવિને બગાડી રહ્યા છે. આજે જે કાંઈ મળ્યું છે તે ભૂતકાળનાં કરેલાં કાર્યોનું ફળ છે. શાંત ભાવે, સહજ ભાવે, સમ ભાવે તેનો સ્વીકાર કરી લો એટલે ભૂતકાળ ઉપર ચાલણી મુકાઈ જાય અને તેથી જે કાંઈ ઉદયમાં આવે તે ચાલણીથી ચળાઈને આવે. પ્રભુ પાસે અનંત શક્તિ હતી, માટે તો વીર કહેવાયા. મહાવીર્ય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International 2010_05