________________
માન મૂકીને મહાન બનો
દરેક સારી ચીજ પાત્રને અપાય છે. સારી ચીજ આપવા માટે ફક્ત ભાવના ન જોવાય, પાત્રતા પણ જોવી પડે અને પાત્રના જોવામાં ન આવે તો લાભ કરતાં નુકસાન વધારે હોય છે. દા.ત. સંગ્રહણીનો દર્દી હોય એને દૂધપાક જેવી સારી ચીજ આપીએ તો નુકસાન થાય છે. એવી જ રીતે ચારિત્ર જેવી ઊંચી ચીજ આપવામાં પાત્રતા જોવામાં ન આવે તો જીવને તેના નુકસાન વેઠવા પડે છે. ચારિત્ર માટે વૈરાગ્ય જરૂરી છે. જ્ઞાન, તપ, શારીરિક શક્તિ ઓછી વધતી હોય તો ચલાવી લેવાય પણ વૈરાગ્ય અને ગુરુસમર્પણભાવ આવવાથી તેનું કલ્યાણ થાય છે. પાત્રતા વગર દીક્ષા આપવાથી આપનાર અને લેનાર બંનેને સહન કરવું પડે છે. ચારિત્ર લેવા આવનારની પરીક્ષાઓ મૂકી છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો દીક્ષા આપવી નહિતર તાલીમ આપવી. નેટ પ્રેક્ટીસમાં પાસ થયા વિના કોઈને ટેસ્ટ મેચમાં ઊતરવા ન દેવાય ! કોઈ શ્રીમંત માણસ દીક્ષા લેવા માટે ઉત્સુક થયો હોય તો તેની પરીક્ષા માટે તેને દાનનાં કાર્યો બતાવવાં કે અહીં આપો, ત્યાં આપો, એમ બતાવવાં. તે ના પાડે તો ચારિત્રમોહનો ઉદય સમજવો, તે અયોગ્ય છે. જે દૂરસ્થ પૈસાનો ત્યાગ નથી કરી શકતો તે શરીરની સુખશીલતાનો ત્યાગ કઈ રીતે કરી શકશે ? હૃષ્ટપુષ્ટ શરીરવાળો દીક્ષા લેવા આવે તો તેને તપનો વૈયાવચ્ચનો ઉપદેશ આપવાનો અને એ, તે માટે હોંશે તપ કરવા તૈયાર થાય તો તે ચારિત્ર માટે યોગ્ય કહેવાય. શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે ચારિત્ર આપવાની તૈયારી કરી હોય, બનીઠનીને વર્ષીદાન પણ આપ્યું હોય, ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ફેરા ફરવા માંડે ત્યારે પણ કંઈ અયોગ્યતા દેખાય તો ચારિત્ર ન આપવું...વિલંબ કરવો...યોગ્યતાની ચકાસણી કરીને, ન હોય તો તાલીમ આપીને યોગ્યતાને વિકસાવીને ચારિત્ર આપવું. First deserve, then desire. પહેલાં યોગ્ય બનો, પછી ઇચ્છા કરો. આપણે સંસારમાં પણ પુણ્યની પાત્રતા નહીં હોવા છતાં ઇચ્છા કરીએ છીએ, પુણ્યની મૂડી ન હોવાથી પદાર્થો મળતાં નથી, ધાર્યું થતું નથી અને આર્તધ્યાન કરીએ છીએ.
(૮) સંસારમાં અને સંયમમાં સારી રીતે જીવવું હોય તો પ્રતનુકષાય એટલે જીવને ગમ ખાવાની તૈયારી હોવી જોઈએ. ચારિત્ર માટે કષાયો પાતળા હોવા બહુ જરૂરી છે.
-
મુનિજીવનમાં હાસ્ય ન જ જોઈએ. અથવા અલ્પ હાસ્યાદિ હોય. હાસ્ય એ ગંભીરતાનો અભાવ જણાવે છે. વાતે વાતે હસવું આવે
એ આત્મા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org