________________
૨૪૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તેનાથી ઓછી ઉપયોગીતા છે અને પછી તો વધુ પીવાથી ઉલ્ટી થાય છે. માઇનસ યુટીલીટી-ઉપયોગિતા જણાય છે. બસ, સંસારનાં વૈષયિક સુખોની આ જ કમનસીબી છે. ત્રણે કાળમાં દુ:ખરૂપ હોવા છતાં જીવને મિથ્યાત્વરૂપી કમળાનો ઉદય થયો હોવાથી સાચું સમજાતું નથી.
વળી મોક્ષનું સુખ સહજ છે; સ્વાભાવિક છે. આત્માના ગુણ – પર્યાય સ્વરૂપ છે. પોતીકું છે. પોતાની માલિકીનું છે, તેમાં કોઈનો હસ્તક્ષેપ ચાલી શકતો નથી. હા, કર્મે એ સુખ ઉપર આવરણ ઊભું કરી દીધું છે પણ એ સુખને નાશ કરવા સમર્થ બન્યું નથી. બનશે પણ નહીં કારણ કે મૌલિકતા છે. વાદળાંથી સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય છે પણ તેનો નાશ થઈ શકતો નથી.
સંસારનું સુખ કૃત્રિમ છે. બનાવટી છે. વાસ્તવિક નથી. impose કરેલું છે. હકીકતમાં નથી. ભ્રમણા છે પણ અનાદિકાળના અભ્યાસથી એ જ સાચું છે એમ લાગે છે જેમ કોઈ ખોટી વાત પાંચ – પચ્ચીસ વાર સાંભળવા મળે, આપણે સો ટકા જાણતા હોઈએ કે આ વાત ખોટી છે છતાં તેમાં આપણને પણ શંકા થઈ જવાનો સંભવ છે ! તેમાં આ ખોટાના સંસ્કારોથી ટેવાયેલા આપણે હવે સાચાં તરફ સન્મુખ થતાં નથી. સમ્મુખ બનવા માટે સંસારના સુખ અને મોક્ષના સુખનો તફાવત આપણે ઝીણવટથી વિચારી રહ્યા છીએ.
વળી મોક્ષનું સુખ અકૃત છે. કરાયેલું નથી. છે, છે ને છે. ત્રણે કાળમાં છે. માત્ર સાવરણ, આવૃત્ત કે નિરાવરણ કે નિરાવૃત્ત છે તે જોવાનું છે. સાવરણ સુખ આવરણ દૂર થતાં નિરાવરણ બની શકે છે. અને તે જ કરવાનું છે. એની બદલે સંસારનું સુખ જે કૃત છે તેની પાછળ આપણે તનતોડ પ્રયત્ન કરવા લાગી ગયા. સંસારનું સુખ પુણ્યથી મળે છે તે માટે પુણ્યકર્મો બાંધવાં પડે છે પછી તેનો ઉદય થતાં જીવને સુખની સામગ્રી પ્રાપ્ત થાય છે. આમ આ બધું કર્માધીન પગલાધીન બનતાં સંસારનું સુખ પરાધીન છે જ્યારે આત્માનું સુખ સ્વાધીન છે.
આપણા અનુભવ ઉપરથી પણ આ સમજાય તેવું છે. કોઈએ આપણું અપમાન કર્યું ત્યારે નમ્રતાનું આસ્વાદન કરવું હોય તો માનકષાયને જીતનારો નમ્રતાના સુખનો અનુભવ કરી શકે છે, પણ અભિમાનનું સુખ જોઈતું હોય તો તો કોઈ પ્રશંસા કરે, વાહવાહ કરે, ઇલ્કાબ આપે ત્યારે જ અનુભવી શકાય છે. બસ, આ રીતે ચોવીસે કલાક તમે જાતની વિચારણા કરો તો સમજાશે આત્માના સુખ માટે કોઈની જરૂર નથી અને સંસારમાં ડગલે ને પગલે પુગલની, અન્યજીવોની, કર્મોની સહાય લેવી પડે છે. ક્ષમાના ગુણને, સુખને અનુભવવા માટે વિવેક ને જાગૃતિ જોઈએ, પછી ધર્મક્ષમા જ્યારે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org