________________
સાધનાની ખૂબીઓ
૧૮૭
તેમણે રાગ - દ્વેષ કે કષાયભાવમાં આવીને ઠપકો નથી આપ્યો. આશ્રિતના આત્માને પ્રેમથી ભૂલ બતાવીને બચાવવો એ તેમનું કર્તવ્ય તેમણે અદા કર્યું છે. મૃગાવતીએ પોતાની ભૂલને સ્વીકારવી એ તેનું કર્તવ્ય છે.
મૃગાવતીના સંબંધમાં વિચારવું જોઈએ કે પોતાની ભૂલ પોતાને ન દેખાય એ ચાલે ? એ મોટો પ્રમાદ છે. મૃગાવતીની જગ્યાએ આપણે હોત તો આપણે એમ જ કહેત કે તમે બધાં ગયાં મને કેમ કીધું નહીં. બસ, આ વક્રતા છે. પોતાની ભૂલ ન સમજાય એ જડતા છે અને પોતાની ભૂલ ન સ્વીકારાય એ વક્રતા છે. જડ અને વક્ર એવા આપણું કલ્યાણ શી રીતે થાય ? પોતાની ભૂલનો અસ્વીકાર કરી ભૂલનો બચાવ કરવો એ ધર્મ પામવાની મહા અયોગ્યતા છે. આપણે આપણી ભૂલનો સ્વીકાર કરવાને બદલે ભૂલ બતાવનારની ભૂલો કાઢીએ છીએ. તેમાં આત્માનો અહંકાર એ જવાબદાર છે. અહંકાર એ દોષને દેખવા દેતો નથી. મૃગાવતી સમ્યગ્દષ્ટિધર સાધ્વીજી છે. ગ્રન્થિભેદ થયેલો છે. સમ્યકત્વ પામ્યાં પછી કદાચ દોષ ન દેખાય એવું બને, પણ દોષને ન સ્વીકારે એવું સમ્યક્ત્વી કદી કરે નહિ.
સમયનો ભંગ, એટલે કે રાત્રે મોડાં આવ્યાં એ આચારનો ભંગ છે. જિનાજ્ઞાનો ભંગ છે, અપેક્ષાએ સ્વલ્પ દોષ છે. પણ એકલાં પડ્યાં એ મોટો દોષ છે.
આ તો શાસ્ત્રયોગી અપ્રમાદી આત્મા છે. પોતાની ભૂલ સમજાઈ, તેનો હાર્દિક એકરાર કર્યો છે, પશ્ચાત્તાપ થયો છે. માફી માંગે છે. જ્યાં સુધી ગુરુજી ક્ષમા ન આપે ત્યાં સુધી હું રહી શકે નહીં. પશ્ચાત્તાપની શ્રેણી પર આત્મા આરૂઢ થયો અને પશ્ચાત્તાપ કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યો.
આના ઉપરથી આપણે એ શીખવાનું છે કે કોઈ આપણો દોષ બતાવે ત્યારે સામાની ભૂલ બતાવવી એમાં અવ્યક્તપણે પોતાની ભૂલનો બચાવ રહેલો છે. સમ્યક્ત્વીની વિશેષતા એ છે કે એના જીવનમાંથી અનંતાનુબંધી કષાયતીવ્ર વિષયાસક્તિ વગેરે દોષો નીકળી ગયા હોવાથી એમની ગુણદૃષ્ટિ વિકાસ પામેલી હોય છે. તેથી તેઓને પોતાના દોષો જેટલા પાડે છે તેવા : બીજાના દોષો પીડતા નથી. પોતાના દોષો તેને સતત ડંખે છે અને બીજાના દોષો માટે સમાધાન વૃત્તિવાળો બને છે. કર્મનો ક્ષય કરવા માટે આ સમાધાન વૃત્તિ જોઈશે. આ સમાધાન કરતાં ન આવડે તો જીવ રાગ - દ્વેષ કર્યા વિના રહેતો નથી. સમાધાન દૃષ્ટિને કેળવવા માટે વિવેક જોઈએ. જગતના જડ - ચેતનના ભિન્ન ભિન્ન ભાવોને સમજવા પડશે.
વીતરાગતા પ્રાપ્ત કરવી હોય તો આત્માર્થી આત્માઓએ સ્વભાવધર્મ તેમજ વિભાવરૂપધર્મ અને ધર્મી સંબંધે કથંચિત્ ભેદભેદનો તત્ત્વતઃ યથાર્થ અવિરુદ્ધ બોધ પ્રાપ્ત કરવા માટે શ્રી સર્વજ્ઞ અને સર્વદર્શી ભાષિત સકળ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org