________________
સાધનાની ખૂબીઓ
આપણે સૌ પ્રથમ ઈચ્છાયોગ જોયો. જેમાં ધર્મની ઈચ્છા પ્રધાન છે. અર્થાત્ ધર્મ જ ઉપાદેય લાગે છે આ ઇચ્છાયોગ છે. શાસ્ત્ર છે પ્રધાન જેમાં એવો ધર્મ વ્યાપાર તે શાસ્ત્રયોગ છે. શાસ્ત્રયોગીનું “યથાશક–પ્રમાદિનઃ' વિશેષણ છે તેમાં એ સમજવાનું કે જ્યાં કાયાનું સામર્થ્ય ચાલ્યું જાય, એના કારણે પ્રમાદ સેવાઈ જાય તેને યથાશક્તિ કહેવાય છે. ભગવાનના શાસનમાં પ્રમાદ, અપ્રમાદ સમજવા જેવો છે. પ્રમાદની બહુ વ્યાપક વ્યાખ્યા છે. આપણને ખ્યાલ પણ ન હોય ત્યાં શાસ્ત્રકારો પ્રમાદની વાસ્તવિક્તાનું વર્ણન કરતાં આપણને સમજાવે છે.
ચંદનબાળા દેશના સાંભળવા ગયાં છે. સૂર્યાસ્ત થયાને સમય થઈ ગયો છે. ચંદનબાળાજી ચાલ્યાં ગયાં. મૃગાવતી ખ્યાલ ચૂક્યાં, ઉપયોગ ચૂક્યો. પાછળથી ઉપયોગ આવતાં તેઓ પણ ગયાં છે. ચંદનબાળાજી ગુરણીજી છે. મૃગાવતીને ઠપકો આપે છે કે “કુલીનબાળાથી રાત્રે ન અવાય : પરિસ્થિતિનો વિચાર કરો કે સૂર્ય - ચંદ્ર મૂળ વિમાને આવેલા છે અને પ્રભુની દેશનામાં લીન મૃગાવતીજીને સમયનું ભાન ન રહ્યું. એટલે ન ઊઠ્યાં. આમાં તમારી દૃષ્ટિએ મૃગાવતીજીનો વાંક ખરો ? ગુરૂણીએ ઠપકો આપવો જોઈએ કે ન આપવો જોઈએ ?
જૈનશાસનની સૂક્ષ્મતા અહીં સમજવા જેવી છે. અપ્રમાદની વ્યાખ્યા સમજવા જેવી છે. તે તે કાર્યમાં ઉપયુક્તતા એ અપ્રમાદ છે, માત્ર તેમાં લીન બનવું એ પ્રમત્તતા છે અને તે કાર્ય કરતી વખતે અનંતર ક્રિયાનો ખ્યાલ હોવો – તેને અપ્રમત્તતા કહેવાય છે - તમે જેમાં છો એમાં એવી તલ્લીનતા આવે કે અનંતર ક્રિયાનો ખ્યાલ ન આવે તો જૈનશાસન તેની ના પાડે છે.
ચંનદબાળા ગુરુના સ્થાને છે અને શિષ્યા પ્રમાદ કરે છે તો પ્રમાદ કરતાં શિષ્યાને ઠપકો ન આપે તો શિષ્યા ઉપરની મમતાનો પ્રમાદ ગુરુને આવે છે. ““મરવા દો ને“ભેંસના શીંગડા ભેંસને ભારે, આપણે કહીએ અને ન ગમે તો ? પ્રતિક્રિયા ઊંધી આવે તો ?'' આવું વિચારીને અધિકૃત વ્યક્તિ એના આશ્રિતોની ભૂલો ન બતાવે, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ન કરે તો, તે તેનો પ્રમાદ છે.
આ કાર્ય ઘણું નાનું છે પણ જીવને પ્રમાદથી અટકાવવું એ ઉચ્ચસ્થાને રહેલાનું કર્તવ્ય છે.
ચંદનબાળાએ હિતબુદ્ધિથી ઠપકો આપ્યો એ કર્તવ્યનું પાલન કર્યું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org