________________
કષાયનું સ્વરૂપ”
૮૧
સાથે ગર્ભનું બચ્ચું મર્ડ, પશ્ચાત્તાપ તો ન થયો, પણ પ્રશંસા કરી. ભવિતવ્યતા એવી કે, ત્યાં જ નરકનું આયુષ્ય બંધાઈ ગયું ને ૮૪ હજાર વર્ષની નરક ઠોકાઈ ગઈ. પાપ થઈ ગયા પછી પ્રશંસા ન કરો, અનુમોદના ન કરો. અને પુણ્યના, સુકૃતનાં કાર્યોમાં ભરપેટ અનુમોદના કરો.
સૌ પ્રથમ તો સત્કાર્ય કરીને સમાઈ જવાનું છે, અંદરમાં જવાનું છે, તો એના જેવું શ્રેષ્ઠ કાંઈ નથી. સ્વરૂપમાં જવું એ રાજમાર્ગ છે, એ ન થઈ શકે તો અનુમોદના કરવાની. અનુમોદના કેવી રીતે કરવાની ? દાન વિ. સુકૃતો કર્યા પછી એવું વિચારવાનું કે આ જગતમાં દેવ – ગુરુ પસાયે, આ કાર્ય કરવામાં, આટલી લક્ષ્મીની મૂચ્છ ઊતરી, તેવી રીતે પ્રભો ! તારી કૃપાથી, મારી આ શેષ રહેલી લક્ષ્મીની મૂચ્છ સતત ઊતર્યા કરે, એવું માંગું છું. સુકૃત કરવું એ વ્યવહાર ધર્મ છે. અને મૂચ્છ ઉતારવી એ નૈયિક ધર્મ છે. સુકૃતનું પાલન ગાણાં ગાવા માટે નથી પણ લક્ષ્મીની મૂચ્છ, પરિગ્રહ સંજ્ઞા વિ. સંજ્ઞા ઉતારવા માટે છે એટલે સુકૃત કરતાં કરતાં જે આનંદ થાય છે, તેના કરતાં લક્ષ્મીની મૂછ ઊતરી હોય, પરિગ્રહ વગેરે સંજ્ઞા મોળી પડી હોય તેનો આનંદ વધુ હોય. બોલો, સુકૃતમાં આનંદ છે કે લક્ષ્મીની મૂચ્છા ઊતરે તેમાં આનંદ છે ? મૂર્છા ન ઊતરે તો સુકૃતમાં અહંકાર ભળવાની પૂરી શક્યતા છે. આજે લક્ષ્મીની મૂર્છા ઉતારવા કોણ સુકૃત કરે છે ? અને સુકૃત કર્યા પછી કોણ અહંકારથી અળગા રહે છે ? શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે, સુકૃત કર્યા પછી ખેડૂત જેટલી અક્કલ રાખવી જોઈએ. ખેડૂતો ધરતીને બિયારણનું દાન કર્યા પછી માટીથી ઢાંકી દે છે. તો તેમાંથી મબલખ પાક ઉતરે છે અને જો માટીથી ઢાંકી ન દે તો ખુલ્લા દાણાને ચકલાં ચણી જાય છે, બસ, આ જ ગણિતથી સુકૃત કર્યા પછી, બે હોઠ સીવી લેવા જોઈએ, જો હોઠ ખોલીને તેનાં ગાણાં ગાવામાં આવે તો સસ્તી કીર્તિમાં તેનું ફળ મળીને પૂરું થઈ જાય છે. માટે સુકૃતની અનુમોદનામાં વિવેક જરૂરી છે. તેની બીજી પદ્ધતિ પણ નીચે પ્રમાણે જાણી લો. તમે એક વાર સુકૃત કર્યું, આનંદ થયો હવે તે સુકૃત વારંવાર કરવા વડે આનંદને વારંવાર માણો – એ સુકૃતની અનુમોદના સાચી છે. આમાં સુકૃતોનું પુનઃ પુન: કરવું અને તેમાં રાજી થવું એ અનુમોદનાનો પ્રકાર થયો. સુકૃત કરતાં સુકૃતની અનુમોદના વધુ મહત્ત્વની છે.
કાયાકાર ચૈતન્યનો પરિણામ, એમાં હુંપણાની બુદ્ધિ એ અહત્વ છે. આ અહંત્વને કાપવાનું છે. સુકૃત કરતાં કરતાં અહત્વને વધારીએ, તો, કયા કાળે સ્વરૂપની પ્રાપ્તિ થાય ? માટે ધર્મક્રિયા કરતાં કરતાં અંદરમાં જવાનું છે અને અંદરમાં, જે છે, તેને મેળવવાનો છે. જેના હાથમાં ઓઘો છે, તેને પણ અંદરમાં જવાની ઇચ્છા ન હોય તો તેના જેવી બીજી કરુણતા કઈ હોઈ શકે ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org